લગ્ન બાદ 27 વર્ષ સુધી પતિથી અલગ રહી હતી અલકા યાજ્ઞિક, જાણો શું હતું કારણ?

સિંગર અલ્કા યાજ્ઞિક

ફેમસ સિંગર (Singer) અલકા યાજ્ઞિક (Alka Yagnik)ને કોઈ ઓળખની જરૂર નથી. તેણે 14 વર્ષની ઉંમરે સંગીત ઉદ્યોગમાં તેની કારકિર્દી (Career) શરૂ કરી અને અત્યાર સુધીમાં બે હજારથી વધુ ગીતો (Songs) રેકોર્ડ કર્યા છે

 • Share this:
  મુંબઈ : ફેમસ સિંગર (Singer) અલકા યાજ્ઞિક (Alka Yagnik)ને કોઈ ઓળખની જરૂર નથી. તેણે 14 વર્ષની ઉંમરે સંગીત ઉદ્યોગમાં તેની કારકિર્દી (Career) શરૂ કરી અને અત્યાર સુધીમાં બે હજારથી વધુ ગીતો (Songs) રેકોર્ડ કર્યા છે. અલકા યાજ્ઞિકે 16 ભાષા(Languages)માં ગીત ગાયાં છે. આજે અમે તમારી સાથે અલકા યાજ્ઞિકના જીવન (Life) સાથે જોડાયેલી બાબતો વિશે ચર્ચા કરીશું. અલકા યાજ્ઞિક પ્રોફેશનલ લાઈફ (Professional Life)માં તો સફળ (Successful) રહી છે પરંતુ તેની સફળતા પાછળ ઘણું બલિદાન પણ છે.

  તમને જણાવી દઈએ કે પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિક હિન્દી સિનેમાનો એ યુગ જીવી ચુકી છે જ્યારે ગીતોને આઈટમ નંબર કરતાં સુંદર ગીતોને વધુ મહત્વ આપવામાં આવતું હતું. લોકોને પણ આવા ગીતો સાંભળવાનું પસંદ હતું. 'પ્યાર કી ઝંકાર મેરે અંગને મેં' જેવા ગીતોથી કારકિર્દીની શરૂઆત કરનાર અલકા યાજ્ઞિકે હિન્દી સિનેમામાં પોતાના સુપરહિટ ગીતો આપ્યા છે.

  ગાયિકા અલકા યાજ્ઞિકે 14 વર્ષની ઉંમરે સંગીત ઉદ્યોગમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, તેણે 2000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે અને 16 ભાષાઓમાં ગીતો ગાયા છે. અલકા યાજ્ઞિક પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સફળ હતી. પરંતુ તેણી તેના અંગત જીવનમાં આ સફળતા પ્રાપ્ત કરી શકી ન હતી, તેણીને ઘણું બલિદાન આપવું પડ્યું હતું. અલકાએ વર્ષ 1989માં શિલોંગના બિઝનેસમેન નીરજ કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને 27 વર્ષથી વધુ સમય એકબીજાથી દૂર રહ્યા હતા.

  દૂર રહેવાનું કારણ શું હતું?

  તમને જણાવી દઈએ કે, નીરજનો બિઝનેસ શિલોંગમાં હતો અને અલકાને સપનાના શહેર મુંબઈમાં કામ કરવું હતું. તેથી બંને માટે એકબીજાથી દૂર રહેવું મજબૂરી બની ગયું હતું. એકબીજાથી દૂર રહેવાને કારણે બંને પડકારોનો સામનો કરતા રહ્યા.પરંતુ તેમ છતાં તેમનો સંબંધ ખૂબ જ સુંદર રીતે આગળ વધતો રહ્યો. નીરજને જ્યારે પણ તક મળતી ત્યારે મુંબઈ આવી જતો હતો. પરંતુ લગ્ન જીવનના મોટા ભાગના દિવસોમાં અલકા સિંગલ મધર રહી હતી અને તેણે પોતે જ બાળકોનો ઉછેર કર્યો હતો.

  આ પણ વાંચોBollywood Interesting Story : બાળકોને એક વખત અવશ્ય દેખાડો આ શ્રેષ્ઠ ફિલ્મો, પ્રેરણા અને ઉત્સાહથી છે ભરપૂર

  ઉલ્લેખનીય છે કે, અલકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નીરજે મુંબઈમાં બિઝનેસ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે એક નાના શહેરનો હતો અને મુંબઈમાં પોતાની જાતને સ્થાપિત કરી શક્યો ન હતો. અહીં બિઝનેસ શરૂ કર્યા પછી તેના ઘણા પૈસા ડૂબી ગયા. એટલા માટે મેં તેને કહ્યું કે તેણે પોતાનો બિઝનેસ શિલોંગમાં જ કરવો જોઈએ. આ પછી નીરજે ત્યાં રહીને પોતાનું કામ કર્યું અને બંને પ્રોફેશનલ મોરચે સફળ થયા.
  Published by:kiran mehta
  First published: