Home /News /entertainment /અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં શીઝાન ખાનને રીપ્લેસ કરશે આ એક્ટર, શોમાં આવશે આવો ટ્વિસ્ટ

અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં શીઝાન ખાનને રીપ્લેસ કરશે આ એક્ટર, શોમાં આવશે આવો ટ્વિસ્ટ

Photo : @sheezan9 Instagram

મેકર્સને આ શો માટે નવો લીડ હિરો (New Lead Hero) મળી ગયો છે. જલ્દી જ તેને એક્ટર શીઝાન ખાનની સામે રીપ્લેસ (Sheezan Khan Replacement) કરવામાં આવશે. એક્ટ્રેસ તુનિશા શર્માના સ્યુસાઇડ બાદ આ સીરિયલના મેઇન કેરેક્ટર શીઝાન ખાનને પોલીસે અટકાયતમાં લીધો હતો.

વધુ જુઓ ...
    ટીવી શો અલી બાબા દાસ્તાન-એ કાબુલ (TV Daastan E Kabul) હાલ તેના લીડ અભિનેતાઓની કોન્ટ્રોવર્સીને લઇને ખૂબ ચર્ચામાં છે. તુનિશા શર્માની આત્મહત્યા (Tunisha Sharma Suicide Case)ને લઇને દરરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ત્યારે હાલ સિરિયલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

    મેકર્સને આ શો માટે નવો લીડ હિરો (New Lead Hero) મળી ગયો છે. જલ્દી જ તેને એક્ટર શીઝાન ખાનની સામે રીપ્લેસ (Sheezan Khan Replacement) કરવામાં આવશે. એક્ટ્રેસ તુનિશા શર્માના સ્યુસાઇડ બાદ આ સીરિયલના મેઇન કેરેક્ટર શીઝાન ખાનને પોલીસે અટકાયતમાં લીધો હતો. ત્યારેથી જ શોના મેકર્સ શીઝાનને રીપ્લેસ કરવા માટે અન્ય હીરોની શોધમાં હતા. નિર્માતાઓની શોધ આખરે પૂર્ણ થઇ ગઇ છે અને હવે સિરિયલમાં દર્શકોને નવો હીરો ટૂંક સમયમાં જ જોવા મળી શકે છે.

    આ પણ વાંચો :  VIDEO: દિશા પટણી ફરી એકવાર થઇ બોલ્ડ, બ્લેક આઉટફિટમાં આપ્યાં એવા એવા પોઝ કે ચૂકી જશો ધબકારો

    આ એક્ટરની થશે શોમાં એન્ટ્રી?


    એક મીડિયા રીપોર્ટમાં સૂત્રો આપેલી માહિતી અનુસાર, અભિષેક નિગમ (Abhishek Nigam in Daastan E Kabul TV Serial) ટૂંક સમયમાં જ શીઝાન ખાનની જગ્યા લઇ શકે છે. સૂત્રોએ કરેલા દાવા અનુસાર, તેઓ શોનું શૂટિંગ પણ શરૂ કરવા જઇ રહ્યા છે. જોકે, તુનિશા શર્માનું પાત્ર કોણ નિભાવશે તે અંગે કોઇ માહિતી સામે આવી શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, શીઝાનને રીપ્લેસ કરવા માટે શોની સ્ટોરીમાં થોડો ટ્વિસ્ટ ઉમેરવામાં આવશે. આ રીપોર્ટમાં એક સૂત્રએ જણાવ્યું કે, શોમે તે દર્શાવવામાં આવશે કે અલી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને પ્રાચીન કોસ્મેટિક સર્જરી દ્વારા તેને નવો ચહેરો મળ્યો છે.

    આપને જણાવી દઇએ કે, 24 ડિસેમ્બર, 2022ના રોજ તુનિશા શર્માએ અલી બાબાના શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનિશાના મોતના એક દિવસ બાદ તેની માતાએ તેના કો-સ્ટાર અને પૂર્વ પ્રેમી શીઝાન ખાન પર આત્મહત્યા કરવા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે એફઆઇઆર દાખલ કરીને શીઝાનની ધરપકડ કરી હતી.

    આ પણ વાંચો :  કરીના કપૂરનો 'ગંદો સીન' જોઇને ભડક્યો હતો શાહિદ કપૂર, સેટ પર જ આ એક્ટર સાથે બાખડી પડ્યો



    ત્યાર બાદ બીજા દિવસે શીઝાનની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. આ મામલે કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. શીઝાનને આ કેસમાં જામીન મળશે કે નહીં તે અંગે આજે એટલે કે 13 જાન્યુઆરીએ જાણવા મળશે.
    First published:

    Tags: Committed suicide, Latest TV News, Tv Actor, Tv actresses

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन