આલિયા-શાહરૂખ ફરી એક સાથે રૂપેરી પડશે દેખાશે, ફિલ્મ ડાર્લિંગ્સમાં જોડી અલગ રીતે જામશે

આલિયા-શાહરૂખ ફરી એક સાથે રૂપેરી પડશે દેખાશે, ફિલ્મ ડાર્લિંગ્સમાં જોડી અલગ રીતે જામશે
આલિયા અને શાહરૂખ

આ વખતે શાહરૂખ ખાન અભિનેતા તરીકે નહીં પણ નિર્માતા છે. શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટે પહેલા ગૌરી શિંદેની ડિયર જિંદગીમાં સાથે કામ કર્યું હતું,

 • Share this:
  મુંબઈઃ બોલિવૂડના (Bollywood) કિંગ ખાન અને બેચલર બેબ શાહરૂખ ખાન(Shah Rukh Khan) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) ફિલ્મ ડિયર જિંદગી(Dear Zindagi) પછી 'ડાર્લિંગ્સ' (Darlings)માં એકસાથે જોવા મળશે. જોકે આ મૂવીમાં માતા-પુત્રીની એક મજેદાર વાર્તા કહેવા માટે ભેગા થયા છે.

  શાહરૂખ એક્ટર તરીકે આલિયા જોડે જામશે?


  આ મૂવીની રસપ્રદ વાત એ જ છે કે આ વખતે શાહરૂખ ખાન અભિનેતા તરીકે નહીં પણ નિર્માતા છે. શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટે પહેલા ગૌરી શિંદે (Gauri Shinde)ની ડિયર જિંદગીમાં સાથે કામ કર્યું હતું, જે સફળ સાબિત થઇ. હવે શાહરૂખ ખાન આલિયા ભટ્ટ સાથે 'ડાર્લિંગ્સ'માં નિર્માતા તરીકે કામ કરવા જઈ રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ(Red Chillies Entertainment) દ્વારા બનાવવામાં આવી છે.

  થોડા સમય પહેલા આલિયાને 'ડાર્લિંગ્સ'ની સ્ટોરી કહેવામાં આવી હતી. ખાનગી સૂત્રોએ કહ્યું કે તેમને સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ આવી હતી અને તેણીએ તરત જ ફિલ્મ માટે હા પાડી હતી. ડાર્લિંગ્સ સાથે જસમીતની રેને દિગ્દર્શનની શરૂઆત કરી રહી છે. અત્યારસુધી તેમણે ઘણી ફિલ્મોમાં એસોસિએટ ડિરેક્ટર અને મુખ્ય સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. આ સિવાય તેમણે 'ફોર્સ 2', 'ફન્ને ખાન' અને 'પતિ પત્ની ઓર વો' જેવી ફિલ્મ પણ લખી હતી. આ ફિલ્મમાં આલિયા મુખ્ય ભૂમિકાની સાથે શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ જેવા કલાકારો પણ હશે.

  આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

  આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

  શું હશે સ્ટોરીમાં ?
  અહેવાલ અનુસાર આ ફિલ્મમાં મુંબઇના મધ્યમ વર્ગના પરિવારની પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. બે મહિલાઓના અસાધારણ સંજોગોવાળા જીવનને દર્શાવવામાં આવ્યું છે, તેમાં તેમને હિંમત અને પ્રેમ મળે છે. આ મનોહર સ્ક્રિપ્ટમાં આલિયા અને શેફાલી એક માતા-પુત્રી જોડીમાં દેખાશે.

  આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

  આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

  આ અઠવાડિયે જ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે અને ડાર્લિંગ્સનું શૂટિંગ 2021ના પહેલા ત્રિમાસિકગાળામાં જ શરૂ કરી દેવામાં આવશે. મહત્વની વાત એ છે કે મૂવીને રીલિઝ પણ આ વર્ષે એટલેકે 2021ના અંત સુધીમાં કરવાની શાહરૂખ એન્ડ ટીમની તૈયારી છે. પ્રી-પ્રોડક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ટીમ ટૂંક સમયમાં મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે.  રેડ ચિલીના અન્ય મૂવી :
  ડાર્લિંગ્સ ઉપરાંત શાહરૂખ ખાનની પ્રોડક્શન ટીમ અનેક ફિલ્મો પાર હાલ કામ કરી રહી છે, જેમાં બોબી દેઓલ, વિક્રાંત મેસી અને સાન્યા મલ્હોત્રા અભિનિત લવ હોસ્ટેલ,જે રીલિઝ માટે તૈયાર છે અને અભિષેક બચ્ચન સાથેનું બોબ બિસ્વાસ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં છે.
  Published by:ankit patel
  First published:February 15, 2021, 22:45 pm

  ટૉપ ન્યૂઝ