Home /News /entertainment /

Alia-Ranbir Love Story: રણબીર કપૂરને જોતા જ આલિયા ભટ્ટને પ્રેમ થઈ ગયો હતો, ઉંમર હતી માત્ર 11 વર્ષ

Alia-Ranbir Love Story: રણબીર કપૂરને જોતા જ આલિયા ભટ્ટને પ્રેમ થઈ ગયો હતો, ઉંમર હતી માત્ર 11 વર્ષ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લવ સ્ટોરી

alia bhatt ranbir kapoor love story : આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ગણતરીના દિવસમાં લગ્ન (alia bhatt ranbir kapoor wedding) કરવા જઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો બંને વચ્ચે લવ ક્યારે અને કીવી રીતે થયો. શું છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની રસપ્રદ લવસ્ટોરી

વધુ જુઓ ...
    આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હવે કાયમ માટે સાથે રહેવાના છે. તેમના લગ્નની જેમ બંનેએ તેમની લવ સ્ટોરી પણ ગુપ્ત રાખી હતી. કપૂર પરિવારના લાડકા પુત્રના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રણબીરનું નામ આલિયા પહેલા દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ સાથે જોડાઈ ચૂક્યું છે. આલિયા ખૂબ જ હેન્ડસમ રણબીરને જોઈને તેનું દિલ દઈ બેઠી હતી, તે પણ જ્યારે તે માત્ર 11 વર્ષની હતી. ચાલો એક રસપ્રદ માહિતી જોઈએ.

    આલિયા ભટ્ટ એકવાર સંજય લીલા ભણસાલી પાસે ફિલ્મ 'બ્લેક' માટે ઓડિશન આપવા ગઈ હતી. ત્યાં આલિયાએ પહેલીવાર રણબીરને જોયો હતો. આલિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'વર્ષ 2005માં જ્યારે હું બ્લેક માટે ઓડિશન આપી રહી હતી ત્યારે રણબીર કપૂર સંજય લીલા ભણસાલીના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. જ્યારે મેં રણબીરને ત્યાં પહેલીવાર જોયો ત્યારે મને લવ થઈ ગયો હતો, તેને જોઈને મારું દિલ હારી ગઈ હતી. જોકે આલિયાને ફિલ્મમાં કામ ન મળ્યું, પરંતુ તેને તેના સપનાનો રાજકુમાર મળી ગયો.

    જ્યારે આલિયાએ રણબીરને પહેલીવાર જોયો હતો

    તમને જણાવી દઈએ કે ફિલ્મ 'બ્લેક'માં રાની મુખર્જીની બાળપણની ભૂમિકા આયેશા કપૂરે ભજવી હતી, જે લોકોને ખૂબ પસંદ આવી હતી, આલિયા પણ આ જ રોલ માટે ઓડિશન આપવા ગઈ હતી. ત્યારે તેમને શું ખબર હતી કે ક્રશ માત્ર ક્રશ જ નહીં હોય, પણ એક સમય એવો આવશે જ્યારે બંને કાયમ માટે એક થઈ જશે.

    આલિયાએ કરણ જોહરને પોતાના દિલની વાત કહી

    29 વર્ષની આલિયા ભટ્ટ અને 39 વર્ષીય રણબીર કપૂર લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આલિયાએ કરણના શોમાં પોતાના દિલની વાત કહી હતી. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી આલિયાએ વર્ષ 2012માં 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2014માં કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં પહોંચેલી આલિયાને પૂછવામાં આવ્યું કે તે પોતાના સ્વયંવરમાં કયા 3 કલાકારોને જોવા માંગશે? આના પર આલિયાએ પહેલા રણબીર કપૂર, પછી સલમાન ખાન અને આદિત્ય રોય કપૂરનું નામ લીધું.

    આ પણ વાંચોRanbir-Alia Wedding Date: 13,14,15,16 ક્યારે છે રણબીર-આલિયાના લગ્ન, ભટ્ટ પરિવારે વધાર્યુ કન્ફ્યૂઝન!

    'બ્રહ્માસ્ત્ર'માં પહેલીવાર રણબીર-આલિયા

    રણબીર કપૂરની માતા નીતુ કપૂર પણ આલિયા ભટ્ટને ખૂબ પસંદ કરે છે. આલિયાની માતા સોની રાઝદાન અને નીતુ ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આટલા લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે, પરંતુ તેમની સાથેની પહેલી ફિલ્મ લગ્ન પછી રિલીઝ થશે. રણબીર-આલિયા ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Bollywood Latest News, Bollywood News in Gujarati, Love story, Ranbir Kapoor

    આગામી સમાચાર