Home /News /entertainment /Alia Bhatt Birthday: આલિયા ભટ્ટને માનવામાં આવતી હતી મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી, આવું હતું એક્ટ્રેસનું રિએક્શન

Alia Bhatt Birthday: આલિયા ભટ્ટને માનવામાં આવતી હતી મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી, આવું હતું એક્ટ્રેસનું રિએક્શન

આલિયા પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં અંગત જીવનને લઇને વધુ ચર્ચામાં રહી છે.

ક્યારેક આલિયા ભટ્ટને તેના IQ લેવલને લઈને તો ક્યારેક નેપોટિઝમના કારણે ટ્રોલ કરવામાં આવી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક રીતે અગાઉ આલિયાને પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટની પુત્રી માનવામાં આવતી હતી. આજે અભિનેત્રીના જન્મદિવસના અવસરે અમે તમને આ ચોંકાવનારી અફવા અંગે જાણકારી આપવા જઈ રહ્યા છે. આ વાત અંગે ખુદ આલિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

વધુ જુઓ ...
આજે આલિયા ભટ્ટ (Alia Bhatt birthday)નો જન્મદિવસ છે. આજે તે 30મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ 1993માં 15મી માર્ચે થયો હતો. તેણે નાની ઉંમરમાં મોટું નામ કમાયું છે. આજે તેના કરોડો ચાહકો છે. તેનું નામ દેશની ટોપ 10 અભિનેત્રીઓમાં સામેલ છે.

એક દાયકાની કારકિર્દીમાં આલિયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તે પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં અંગત જીવનને લઇને વધુ ચર્ચામાં રહી છે. ક્યારેક આલિયા ભટ્ટને તેના IQ લેવલને લઈને તો ક્યારેક નેપોટિઝમના કારણે ટ્રોલ કરવામાં આવી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક રીતે અગાઉ આલિયાને પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટની પુત્રી માનવામાં આવતી હતી. આજે અભિનેત્રીના જન્મદિવસના અવસરે અમે તમને આ ચોંકાવનારી અફવા અંગે જાણકારી આપવા જઈ રહ્યા છે. આ વાત અંગે ખુદ આલિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચો:  નામ માત્રના કપડાં પહેરીને દરિયામાં ઉતરી મૌની રોય, હોટ લુક પર દિશા પટનીએ પણ કરી દીધી આવી કોમેન્ટ

શા માટે ઉડી હતી અફવા?


મહેશ ભટ્ટ અને પુત્રી પૂજા ભટ્ટે એક મેગેઝિનના કવર માટે શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. આ અફવા આ શૂટ બાદ પ્રસારિત થઈ હતી. આ સાથે જ મહેશ ભટ્ટે ઈન્ટરવ્યૂ દરમિયાન પૂજા વિશે કહ્યું હતું કે જો પૂજા તેની દીકરી ન હોત તો તેણે તેની સાથે લગ્ન કરી લીધા હોત. મહેશના આ નિવેદન બાદ એવી વાતો વહેતી થઇ હતી કે આલિયા મહેશ અને પૂજાની પુત્રી છે.

આલિયાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.


આલિયા ભટ્ટે કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેના વિશે સૌથી ખરાબ અફવા અંગે પૂછવામાં આવ્યું તો આલિયા ભટ્ટે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, હું મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી છું. આ પછી 2 સ્ટેટ્સના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટે આ અફવા પર ફરીથી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ખૂબ જ ફની છે. મને લાગે છે કે જેણે પણ આ લખ્યું છે તેણે તેના મગજની સારવાર કરાવવી જોઈએ.

આ પણ વાંચો:  આલિયા ભટ્ટના બર્થ ડે પર રણબીર કપૂરે પ્લાન કર્યુ સ્પેશિયલ સરપ્રાઇઝ, લાડલી 'રાહા' સાથે છે ખાસ કનેક્શન



અહીં ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી વધુ ફી લેતી અભિનેત્રીઓમાંની એક છે. આલિયા ભટ્ટની નેટવર્થ 21.7 મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં 158 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે તે રણબીર કપૂરની પત્ની અને એક દીકરીની માતા છે.
First published:

Tags: Alia Bhatt, Bollywood Gossip, Mahesh bhatt, Pooja Bhatt

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો