બૉડીગાર્ડ સાથે તોછડાઈથી વાત કરતા ટ્રોલ થઇ આલિયા, ફેન્સે કહ્યું- રણબીરની અસર

News18 Gujarati
Updated: September 19, 2019, 3:40 PM IST
બૉડીગાર્ડ સાથે તોછડાઈથી વાત કરતા ટ્રોલ થઇ આલિયા, ફેન્સે કહ્યું- રણબીરની અસર
આલિયા ભટ્ટનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાત ભાતની કમેન્ટ્સ આવી રહી છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે આલિયાને તેનાં વર્તનનું ધ્યાન રાખવાની સલાહ આપી છે

આલિયા ભટ્ટનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાત ભાતની કમેન્ટ્સ આવી રહી છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે આલિયાને તેનાં વર્તનનું ધ્યાન રાખવાની સલાહ આપી છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક:  આલિયા ભટ્ટ (Alia Bhatt) તે સ્ટાર્સમાંથી એક છે જે હમેશાં ચર્ચામાં રહે છે. ક્યારેક તેની સ્ટાઇલને કારણે તો ક્યારક રણબીર કૂપને કારણે. આલિયા આ વખતે તેનાં વર્તનને કારણે લાઇમ લાઇટમાં છે. ખરેખરમાં આલિયાનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં આલિયા તેનાં બૉડીગાર્ડ સાથે તોછડાઈથી વાત કરતી નજર આવે છે. આલિયાનાં આ વર્તનનો વીડિયો વિરલ ભાયાણીનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં આપ જોશો કે, આલિયા ગાડીથી ઉતરી રહી છે. અહીં તેની તસવીરો ક્લિક કરવાં માટે પાપારાઝી અને ફેન્સ હાજર હતાં. ગાડીમાંથી ઉતરતાં જ તેને સિક્યોરિટી ગાર્ડ ભીડથી બચાવવા આગળ નીકળે છે તેનાં પર આલિયા ગુસ્સે થઇ જાય છે. અને સિક્યોરિટી ગાર્ડને કહે છે કે, તે આગળ ચાલે.. આલિયા કહે છે કે, 'આપ લોકો જાઓ, આપ લોકો ચાલો..' આલિયાનાં ચહેરા પરથી જ નજર આવી રહ્યું હતું કે તે ગુસ્સામાં છે અને તેને ગાર્ડનું આ રીતે આગળ જવું પસંદ નથી આવી રહ્યું. તેથી જ તે તેમને ટોણો મારી રહી છે.
 View this post on Instagram
 

#aliabhatt on location


A post shared by Viral Bhayani (@viralbhayani) on


હવે આલિયાનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાત ભાતની કમેન્ટ્સ આવી રહીછે. સોશિયલ મીડિયા યૂઝર્સ આલિયાને તેનાં વર્તનને ધ્યાનમાં રાખવાની સલાહ આપી રહ્યાં છે. અજય નામનો એક યૂઝર લખે છે કે, 'રણબીર કપૂરનો અસર છે. તે પણ મીડિયા અને ફેન્સ સાથે તોછડાઈ ભરેલું વર્તન કરે છે. ફાતિમા લખે છે કે, 'તેમની બૉડીને જે ગાર્ડ કરે છે તેમનાંથી તો સારી રીતે વાત કરતી નથી અને કેમેરા સામે સારા હોવાનો ડોળ કરે છે. તે કહે છે કે,
સૌને આદર આપવું જોઇએ. બોલિવૂડનાં ભાઇ-બહેનો જાતે જ સમજી લો રિસ્પેક્ટ શું છે ?, એક યૂઝર લખે છે કે, આ ઍટિટ્યૂડનો અર્થ શું છ ? તે આપનો બૉડીગાર્ડ છે. તેની ઇજ્જત કરો.'
First published: September 19, 2019, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading