કોરોનાને હરાવ્યા બાદ આલિયા ભટ્ટ સમજી કોરોનાની પીડા, માલદીવથી પરત ફર્યા બાદ શરૂ કર્યું સામાજિક કાર્ય

ફાઈલત તસવીર

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં જ કોરોનાને હરાવ્યો હતો. કોરોનાની પીડાને તે સારી રીતે સમજી શકે છે.

  • Share this:
મુંબઈઃ કોરોના મહામારીની (corona pandemice) બીજી લહેરે અનેક પરિવારોને બરબાદ કર્યા છે. લોકો મહામારીથી ત્રાહિમામ પોકારી ગયા છે. આવી સ્થિતિમાં રાહત કાર્યો માટે બોલિવૂડના સેલિબ્રિટી (Bollywood celebrities) પણ આગળ આવ્યા છે. માલદીવથી (Maldives) વેકેશન પૂર્ણ કરીને પરત ફરેલી આલિયા ભટ્ટે (Aila bhatt) સામાજિક કાર્ય (social work) શરૂ કરી દીધું છે

આલિયા ભટ્ટે તાજેતરમાં જ કોરોનાને હરાવ્યો હતો. કોરોનાની (coronavirus) પીડાને તે સારી રીતે સમજી શકે છે. કોરોનાના દર્દીઓ જ્યારે હોસ્પિટલ (hospital) અથવા ઓક્સિજન (oxygen) માટે આમથી તેમ ફરે છે, ત્યારે આલિયા ભટ્ટે સામાજિક કાર્ય દ્વારા લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ આલિયાએ મહારાષ્ટ્રથી લઇ પંજાબ સુધી લગભગ આઠ સ્થળોના હેલ્પલાઇન નંબર સાથે સ્વૈચ્છિક સંગઠનનો નંબર પણ શેર કર્યો છે. કોરોનાના દર્દીઓની આ સ્થળોએ સારવાર સંભવ છે.

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

વાસ્તવમાં આલિયા ભટ્ટે પત્રકાર ફેય ડિસુઝા સાથે મળીને કોરોના સંબંધિત જાણકારી ભેગી કરી સોશિયલ મીડિયા પર શેર કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ પ્લાનથી લોકોને મદદ મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી આલિયા અલગ-અલગ શહેરોના કોવિડ 19 હેલ્પલાઇન નંબરની યાદી શેર કરી રહી છે.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

તાજેતરમાં આલિયા ભટ્ટે પોતાની એક પોસ્ટના માધ્યમથી લોકોને કહ્યું હતું કે, આ અનિશ્ચિતતાઓનો સમય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફોર્મેશન વર્તમાન જરૂરિયાત છે. ઇન્ફોર્મેશન માટે આપણે આગળ આવવું પડશે. સમય ઓછો છે, પરંતુ સંબંધિત વિગતો ઓળખવા અને તેને શેર કરવા પ્રયત્નો કરી શકાય છે.નોંધનીય છે કે, કોરોના વાયરસની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. કોરોનાનો સતત વધી રહેલો ગ્રાફ દેશમાં કોરોનાની બેકાબૂ સ્થિતિ દર્શાવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી મળેલા આંકડા મુજબ કોરોના નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1.91 કરોડથી વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 3523 લોકોના મોત નિપજ્યા છે.
First published: