વોટ આપવાની અપીલ કરનારી આલિયા ભટ્ટ કેમ પોતે મતદાન નથી કરી શકતી?

આ ટ્વિટ હેઠળ આલિયા ભટ્ટે પણ ટ્વિટ કરીને લોકોને ઇલેક્શનમાં વોટ આપવા માટે અપીલ કરી હતી.

આ ટ્વિટ હેઠળ આલિયા ભટ્ટે પણ ટ્વિટ કરીને લોકોને ઇલેક્શનમાં વોટ આપવા માટે અપીલ કરી હતી.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. એક મહિના પહેલાં પ્રધાનમંત્રી મોદીએ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા જેવાં સેલિબ્રિટીઝને વોટ માટે પ્રેરિત કરતાં એક ટ્વિટક રી હતી. જેમાં તેમણે આવનારી ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકોને વોટ કરવા માટે આપીલ કરવા કહ્યું હતું.

  આ ટ્વિટ હેઠળ આલિયા ભટ્ટે પણ ટ્વિટ કરીને લોકોને ઇલેક્શનમાં વોટ આપવા માટે અપીલ કરી હતી. જોકે આ આખી ઘટના બાદ આલિયા ભટ્ટ તેની ફિલ્મ 'કલંક'નાં પ્રમોટ કરવાં માટે આવી હતી તે સમયે તેને પુછવામાં આવ્યું કે, મતદાન શરૂ થઇ ગયુ છે તો નવી સરકારની પસંદગીમાં તેઓ શું યોગદાન આપશે.

  જેનાં જવાબમાં વરૂણ ધવન, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હાએ એક સાથે જવાબ આપ્યો કે તેઓ વોટ આપીને નવી સરકાર બનાવશે.

  જ્યારે આલિયા ભટ્ટે કહ્યું કે, તે વોટ નથી કરી શકતી. કારણ કે તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. તેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ નથી તે બ્રિટનની નાગરિક છે. આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન બ્રિટિશ નાગરીક છે. આ કારણે આલિયાની પાસે ભારતનું નાગરિકત્વ નથી.
  Published by:Margi Pandya
  First published: