Home /News /entertainment /ALIA BHATT: પૈપરાઝી સાથે ખરાબ વર્તન કરવાં પર થઇ ટ્રોલ, યુઝરે કહ્યું- 'અભિમાની છોકરી'
ALIA BHATT: પૈપરાઝી સાથે ખરાબ વર્તન કરવાં પર થઇ ટ્રોલ, યુઝરે કહ્યું- 'અભિમાની છોકરી'
આલિયા ભટ્ટ, એક્ટ્રેસ
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt)એ પેપરાઝીની સાથે રુડ વ્યવહાર કરવો ભારે પડી ગયો. વીડિયો વાયરલ હોવાને કારણે લોકો તેને 'અભિમાની છોકરી' કહેવાનું શરૂ કરી દીધુ. એટલું જ નહીં લોકોએ મીડિયા પ્રત્યે તેનાં ખરાબ વ્યવહાર અંગે પણ વાત કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt Troll) ઇન્ટરનેટ પર ટ્રોલ થઇ ગઇ. તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેનો 'રુડ' વ્યવહાર જોઇ શકાય છે જેને કારણે ઇન્ટરનેટ પર લોકો તેને અભિમાની કહી રહ્યાં છે. આ વીડિયોમાં પેપરાઝી વિરલ ભયાનીએ શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે આલિયા ભટ્ટ (Alia Bhatt Yoga) સવાર- સવાર અંશુકાની યોગ ક્લાસની બહાર નીકળતી નજર આવી. અને તેની કાર તરફ તે જતી હતી. બહાર નીકળતા જ તે ગેટ પાસે તેનાં મિત્રને ગળે મળી હતી અને પછી કાર તરફ ચાલતી થઇ.
આ દરમિયાન એક વ્યક્તિએ તેને 'ગુડ મોર્નિંગ મેમ, ગુડ મોર્નિંગ મેમ' કહેતી સાંભળવા મળે છે. પણ આલિયા ભટ્ટે તે વ્યક્તિને ગુડ મોર્નિંગનો જવાબ આપતી નથી. પણ પેપરાઝીની તરફ અજીબ રીતે જુએ છે અને આગળ વધીને પોતાની કારમાં બેસી જાય છે. આલિયાએ આ દરમિયાન મો પર કાળું માસ્ક પહેરેલું હતું. જ્યારે તેની આંખો પેપરાઝીની સાથે તેનાં વ્યવહારની વાત કરી રહી હતી.
આલિયાનો આ વ્યવહારને લોકોએ નોટિસ કર્યા અને તેનાં પર નિશાન સાધ્યું. એક યૂઝરે તેની પોસ્ટ પર લેખ્યું, 'ગુડ મોર્નિંગ સાંભળ્યાં બાદ જે મોઢાં તેણે (આલિયા ભટ્ટ) બનાવ્યાં છે. તે લાખો શબ્દ કહે છે. ખુબજ વાહિયાત વ્યવહાર'
પોતાનાં ફાયદા માટે અટેન્શન આપે છે એક્ટર્સ- એક અન્ય યૂઝરે લખ્યું છે કે, 'મને સત્ય સમજ નથી આવતું જ્યારે આ લોકોની ફિલ્મ આવે છે, તો પ્રમોશન માટે પ્રેસ બોલાવે છે અને અટેંશન આપે છે. પોતાનાં ફાયદા માટે. અને સામાન્ય દિવસોમાં કેટલો ખરાબ વ્યવહાર કરે છે યાર. મીડિયાનાં લોકો માટે ખુબજ અપમાનજનક છે. સાચેમાં તેમનાં માટે ખરાબ મહેસૂસ કરે છે. '
પ્રિયંકા, કેટરીના અને શ્રદ્ધા કરે છે મીડિયાનું સન્માન- એક અન્ય યૂઝરે લખ્યું, 'આપ લોકો તે એક્ટર્સની તસવીરો કેમ ક્લિક કરો છો જેઓ મીડિયાનાં પ્રયાસોનાં વખાણ નથી કરતો? મે પ્રિયંકા, કેટરીના, શ્રદ્ધા જેવાં સ્ટાર્સને જોયા છે જે હમેશાં ફોટોગ્રાફર્સનું સન્માન કરે છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર