Home /News /entertainment /

Bollywood interesting Story : આલિયા ભટ્ટથી લઇને રામ્યા ક્રિષ્નન સુધી, આ અભિનેત્રીઓની ફિલ્મોએ કરી રૂ.1000 કરોડની કમાણી

Bollywood interesting Story : આલિયા ભટ્ટથી લઇને રામ્યા ક્રિષ્નન સુધી, આ અભિનેત્રીઓની ફિલ્મોએ કરી રૂ.1000 કરોડની કમાણી

બોલિવુડની આ અભિનેત્રીઓની ફિલ્મોએ કરી રૂ.1000 કરોડની કમાણી

Bollywood interesting Story : બોલિવુડની એવી અભિનેત્રીઓ (Bollywood Actress) જેમની ફિલ્મોએ 1000 કરોડથી વધુની બોક્સ ઓફિસ પર કમાણી કરી છે, જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt), ફાતિમા સના શેખ (fatima sana shaikh), સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra), અનુષ્કા શેટ્ટી (anushka shetty) અને રામ્યા ક્રિષ્નન (Ramya krishnan) પણ સામેલ છે.

વધુ જુઓ ...
    Bollywood interesting Story : બોલિવૂડ હોય કે ટોલીવુડ આપણી ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગની ફિલ્મોમાં પુરૂષોને કેન્દ્રમાં (male-centric narratives films) રાખીને બનાવવામાં આવે છે અથવા તો મોટાભાગે દર્શકોનું ધ્યાન મેલ કેરેટક્ટર (Male Character) તરફ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોટાભાગે ફિલ્મોમાં હિરોઇનનો બીચારી બતાવવામાં આવે છે જેને વિલનથી બચાવવા હીરોની એન્ટ્રી થાય છે. પરંતુ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પરીવર્તનની હવા (New Trend in Bollywood) ચાલી રહી છે અને છેલ્લા થોડા વર્ષોમાં આપણે ઘણી એવી ફિલ્મો જોઇ છે, જેમાં હિરોઇનોએ કમાલ કર્યો છે અને પોતાની કલાકારીના દમ પર દર્શકોને થીએટરો સુધી આકર્ષવામાં સફળ રહી છે. એટલું જ નહીં હવે ફીમેલ આર્ટિસ્ટની ફિલ્મો પણ સુપરહિટ સાબિત થઇ રહી છે. ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી હિરોઇનો છે જેણે આ કમાલ (Actresses with Blockbuster Movies) કર્યો છે.

    આલિયા ભટ્ટ (Alia Bhatt)

    આલિયા ભટ્ટે S.S. રાજામૌલીની RRR માં અભિનય કર્યો હતો. બ્લોકબસ્ટર ફિલ્મ પહેલાથી જ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રૂ.1084 કરોડની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મમાં આલિયાનો નાનો રોલ હોવા છતાં સ્ટોરીમાં તેનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ હતું. એવી પણ અફવા હતી કે આલિયા ફિલ્મમાં તેના કપાયેલા રોલથી નારાજ છે. જોકે, આલિયાએ તમામ અફવાઓનું ખંડન કર્યું છે.

    ફાતિમા સના શેખ (fatima sana shaikh)

    બ્લોકબસ્ટર દંગલમાં તેના શાનદાર અભિનય બાદ ફાતિમા ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. ફિલ્મમાં સુપરસ્ટાર આમિર ખાન હોવા છતાં ફાતિમાનું પાત્ર કુસ્તી ડ્રામાના પ્લોટમાં સેન્ટરમાં હતું. દંગલે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂ. 2000 કરોડની કમાણી કરી હતી અને ફિલ્મ ઉદ્યોગમાં નવો ઇતિહાસ રચ્યો હતો.

    સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra)

    સાન્યા મલ્હોત્રાએ પણ બ્લોકબસ્ટર દંગલમાં કામ કર્યું હતું. ફિલ્મમાં સાન્યાનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ હતું. સાન્યાએ ફિલ્મમાં તેની અભિનયની કૌશલ્ય દેખાડી અને દંગલ પછી બીજી ઘણી મહિલા-કેન્દ્રિત ફિલ્મો મેળવી હતી.

    અનુષ્કા શેટ્ટી (anushka shetty)

    અનુષ્કા શેટ્ટી એસએસ રાજામૌલીની બાહુબલી 2: ધ કન્ક્લુઝનમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતું હતું અને અનુષ્કાના અભિનયની દર્શકોએ પ્રશંસા કરી હતી. બાહુબલીએ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 1800 કરોડની કમાણી કરી હતી. બાહુબલીએ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર લગભગ રૂ. 1800 કરોડની કમાણી કરી હતી.

    આ પણ વાંચોKGF 2 Box Office Collection : KGF ચેપ્ટર 2 રેકોર્ડબ્રેક, 250 કરોડના કલેક્શને સૌથી ઝડપી પાર કરનાર હિન્દી ફિલ્મ બની

    રામ્યા ક્રિષ્નન (Ramya krishnan)

    રામ્યા ક્રિષ્નને એસએસ રાજામૌલીની બાહુબલી 2: ધ કન્ક્લુઝનમાં સાહસિક માતાની ભૂમિકા ભજવી હતી. તેનું પાત્ર ફિલ્મના પ્લોટમાં સેન્ટરમાં હતું અને તેણે પોતાની શ્રેષ્ઠ અભિનય કુશળતાથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. બાહુબલી 2 એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર લગભગ 1800 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
    First published:

    Tags: Alia Bhatt, Bollywood actress, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Ramya krishnan

    આગામી સમાચાર