ન્યૂઝ18 ગુજરાતી: રણબિર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી ચર્ચિત જોડીમાંથી એક છે. આજકાલ બન્ને તેમની લવ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. આ જોડીનો રોમાન્સ અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પર શરૂ થયો હતો. જ્યાં રણબિર કપૂરે પણ આ વાત માની હતી કે તે આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. જે બાદ આ જોડી દરેક જગ્યાએ સાથે જોવા મળે છે.
જ્યારે આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટને આ જોડીના લગ્ન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, તે સમયે પણ ભટ્ટ સાહેબ આ સંબંધોથી રાજી જણાયા હતા. જે બાદ આલિયા-રણબિરના લગ્નની વાતો શરુ થઇ હતી. ગઇકાલે આલિયા ભટ્ટ મુંબઇમાં તેની ફિલ્મ 'ગલી બોય'નું પ્રમોશન કરી રહી હતી, ત્યારે તેને રણબિર કપૂર સાથે લગ્ન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં આલિયાએ કહ્યું હતું કે, મને લાગે છે કે હવે લોકોએ લગ્નથી બ્રેક લેવો જોઇએ. ગયા વર્ષે આપણે બે સુંદર લગ્ન જોયા. જેના કારણે આપણે બધાએ હવે ચીલ કરવું જોઇએ.
વધુમાં આલિયાએ કહ્યું હતું કે, આ સમયે આપણે માત્ર ફિલ્મ્સ જોવી જોઇએ અને ફિલ્મ્સમાં કામ કરવું જોઇએ. આગળ જોયું જશે. આલિયાની આ વાતો સાંભળીને લાગે છે કે ફેન્સને તેના લગ્ન માટે રાહ જોવી પડશે. હાલ આલિયા ભટ્ટ, રણવીર સિંહ સાથે તેની ફિલ્મ 'ગલી બોય'ને પ્રમોટ કરી રહી છે. જે 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર