Home /News /entertainment /આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યા બાદ શેર કર્યો પહેલો 'ક્યૂટ' ફોટો, તમે જોયો કે નહીં?

આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યા બાદ શેર કર્યો પહેલો 'ક્યૂટ' ફોટો, તમે જોયો કે નહીં?

ફોટો ક્રેડિટ : @ aliaabhatt ઇન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લાડલીનો ચહેરો જોવા માટે ફેન્સ આતુર છે. મા બન્યા બાદ એક્ટ્રેસે પહેલી તસવીર શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે.

    આલિયા ભટ્ટે તાજેતરમાં જ દીકરીને જન્મ આપ્યો છે. હાલમાં જ મેટરનિટી ડે એન્જોય કરતી આલિયાએ એક તસવીર શેર કરીને ફેન્સની આતુરતા વધારી દીધી છે. જ્યારથી આલિયાની લાડલીએ જન્મ લીધો છે, ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ઉતાવળા બની રહ્યાં છે. તેવામાં આલિયાએ મા બન્યા બાદ પહેલીવાર ફોટો શેર કર્યો છે. આ ફોટો જોઇને ફેન્સ નિરાશ થયા છે અને બેબી ગર્લનો ચહેરો બતાવવાની ડિમાન્ડ કરી દીધી છે. આલિયાની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

    આ પણ વાંચો :  મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

    આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંનેની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. આલિયા-રણબીરે હજુ સુધી પોતાની લાડલીની ઝલક ફેન્સ સાથે શેર નથી કરી. આલિયાએ મંગળવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર પહેલી તસવીર શેર કરી છે, જેના પર ટાઇગર શ્રોફ, મનીષ મલ્હોત્રા, ઝોયા અખ્તરે પણ પ્રેમ લૂંટાવ્યો છે.



    આલિયા ભટ્ટ બની‘mama’


    આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર કૉફી મગ હાથમાં પકડીને એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં આલિયા ધુંધળી નજરે આવી રહી છે. પરંતુ જે છવિ ઉભરીને આવી રહી છે, તેનાથી અંદાજ લગાવી શકાય કે આ આલિયા જ છે. ઓરેન્જ કલરના કપ પર વ્હાઇટ કલરથી ‘mama’લખેલુ છે. આલિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'આ હુ છું'

    આ પણ વાંચો :  શૉકિંગ! 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થયા બાદ આમિર ખાન નહીં કરે એક્ટિંગ, લીધો કરિયરનો સૌથી મોટો નિર્ણય

    ફેન્સ જોવા માંગે છે બેબી ગર્લની ઝલક


    આલિયા ભટ્ટની આ તસવીરને જોઇને ફેન્સ અને સેલેબ્સ ભરપૂર પ્રેમ લૂંટાવી રહ્યાં છે અને સાથે જ આલિયાની લાડલીને જોવાની ડિમાંડ પણ કરી રહ્યાં છે. ટાઇગર શ્રોફે તેની તસવીરને ક્યૂટ કહી છે તો મનીષ મલ્હોત્રા અને ઝોયા અખ્તરે હાર્ટ ઇમોજી શેર કરીને પ્રેમ લૂંટાવ્યો છે. જ્યાં ઘણા ફેન્સ 'પ્યારી મમ્મા', 'સ્વીટેસ્ટ મમ્મા', લખીને વખાણ કરી રહ્યાં છે તો એક ફેને લખ્યું, પ્લીઝ અમને બેબીની તસવીર બતાવો, અમે જોવા માંગીએ છીએ. આલિયા ભટ્ટની જબરદસ્ત ફોલોઇંગના કારણે જ ગણતરીના કલાકોમાં જ લાખો લાઇક્સ આ તસવીરને મળી છે.



    જણાવી દઇએ કે આલિયા ભટ્ટે 6 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો છે. આલિયા અને રણબીર કપૂરે પોતાની દીકરીનો ચહેરો હજુ સુધી ફેન્સને નથી બતાવ્યો. હવે જોવુ રહ્યુ કે કપૂર ખાનદાનની નાનકડી પરીની ઝલક ક્યારે જોવા મળશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Ranbir Alia Marriage, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन