આલિયા ભટ્ટે તમામ અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ, નથી કરી રણબીર સાથે સગાઇ

આલિયા ભટ્ટનાં ઇન્સટાગ્રામ પેજ પરથી લીધેલી તસવીર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સગાઇની ચર્ચાઓ ગત રોજ ઘણી જ ચર્ચાઇ હતી. બંને જણાં કપૂર પરિવારની સાથે મિનિ વેકેશન પર છે. આ સમયે તેમની સાથે નિતૂ કપૂર, રિદ્ધિમા કપૂર અને તેમની દીકરી પણ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની લગ્નની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. વર્ષ 2020ની શરૂઆતમાં સમાચાર આવ્યા હતા બંનેએ હાલમાં જ સગાઇ કરી લીધી છે. જોકે આ વાત ખોટી છે. આલિયા અને રણવીર હાલમાં મિનિ વેકેશન પર છે અને તેમને કોઇ સગાઇ નથી કરી. આલિયા કપૂર પરિવારની સાથે છે. તેઓ હાલમાં રાજસ્થાનનાં રણથંભોરમાં રજાઓ ગાળી રહ્યાં છે. જોકે અહીં તેમણે સગાઇ કરી નથી.

  આ વાતની પુષ્ટિ ખુદ આલિયા ભટ્ટે કરી છે. આલિાયએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ખુલાસો કર્યો છે કે તેમની હાલમાં સગાઇ થઇ નથી. અને તેમની સગાઇ અંગે જે વાતો ઉડી રહી છે. તે માત્ર એક અફવા છે.
  આ પોસ્ટમાં આલિયા રેડ કલરનાં મિનિ ડ્રેસમાં નજર આવે છે જેની સાથે તેણે ઓવર કોટ પહેર્યું છે અને લેધરનાં ની લેન્થ લોન્ગ સૂઝ પહેર્યાં છે. માથે ટોપી પહેરી છે અને હાથમાં વાઇનનો ગ્લાસ છે. તેની આ તસવીરની બાજુમાં રણબીર કપૂર થોડો ઘણો નજર આવી રહ્યો છે.

  આપને જણાવી દઇએ કે, અત્યાર સુધી એવી વાતો હતી કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 2020માં લગ્ન કરી લેશે. પરંતુ વર્ષના અંત સુધીમાં એવું ન થઈ શક્યું. પહેલાં કોરોનાનો કહેર બાદમાં લોકડાઉન અને તે બાદ રિશિ કપૂરનું નિધન. વર્ષ 2020માં રણબીર આલિયાનાં લગ્ન એટલે થઇ શક્યા નહીં. આ વાતની જાણકારી ખુદ રણબીર કપૂરે આપી હતી.
  Published by:Margi Pandya
  First published: