Home /News /entertainment /આલિયા ભટ્ટે પોતે બતાવી દીધો લાડલી 'રાહા'નો ચહેરો! શેર કર્યો આ ક્યૂટ ફોટો, તમે જોયો કે નહી?
આલિયા ભટ્ટે પોતે બતાવી દીધો લાડલી 'રાહા'નો ચહેરો! શેર કર્યો આ ક્યૂટ ફોટો, તમે જોયો કે નહી?
આલિયાએ શેર કરી ખાસ તસવીર
Raha kapoor : આલિયા ભટ્ટ (Alia Bhatt) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, તેણે એક નાનકડી બેબીની એક તસવીર શેર કરી, જેના પછી સોશિયલ મીડિયા યુઝર્સ કન્ફ્યૂઝ થઇ ગયા અને આલિયાને સવાલ પૂછવા લાગ્યા.
Raha Kapoor Photo : કપૂર અને ભટ્ટ પરિવાર માટે વર્ષ 2022 ખુશીઓથી ભરેલું હતું. પહેલા આલિયા ભટ્ટ (Alia Bhatt)અને રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્ન અને પછી ઘરમાં ગૂંજેલી કિલકારીઓ બંને પરિવાર માટે ઘણી ખુશીઓ લઈને આવી. જોકે આલિયા અને રણબીરે હજુ સુધી પોતાની દીકરી રાહા કપૂરનો ચહેરો ફેન્સને બતાવ્યો નથી.
આલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, તેણે એક નાની બેબીની એક તસવીર શેર કરી, જેના પછી સોશિયલ મીડિયા યુઝર્સ કન્ફ્યૂઝ થઇ ગયા અને આલિયાને સવાલ પૂછવા લાગ્યા.
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો નાના બાળકોની છે. આમાં એક નાની બાળકીની તસવીર છે, જેને જોઈને ફેન્સ એક્સાઇટેડ થઈ ગયા છે અને પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નથી અને પૂછવા લાગ્યા કે, આ બેબી રહા હૈ?
આ કારણે ખાસ છે તસવીર
હકીકતમાં, આલિયાએ શેર કરેલી તસવીરમાં તેણે પોતાની ઇન-હાઉસ ક્લોથિંગ બ્રાન્ડને પ્રમોટ કરી છે. તસવીરમાં એક નાની બાળકી પિંક કલરના ડ્રેસમાં બેઠેલી જોવા મળે છે, જેને જોઈને ફેન્સને લાગે છે કે તે કપૂર પરિવારની પ્રિન્સેસ છે.
આલિયાના ઈન્સ્ટા પર બેબી ગર્લની તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા છે. ફેન્સ આલિયાને કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું તે તેમની દીકરી છે. એક ફેને પૂછ્યું, 'આ તમારી દીકરી રાહા છે?' બીજાએ લખ્યું, 'એક મિનિટ માટે મને લાગ્યું કે તે રાહા હૈ'.
કૅપ્શને બધું સ્પષ્ટ કર્યું
તસવીરો શેર કરતાં તેણે કેપ્શન આપ્યું, ' નાના પ્લેનેટિયર્સ માટે પ્રેઝન્ટ છે નેચર ઇન્સપાયર્ડ ક્લોથ્સ! અમારા એડ-એ-મમ્મા બેબીવેર સૌથી મુલાયમ કાપડમાંથી બનાવવામાં આવે છે, તે સંપૂર્ણપણે પ્લાસ્ટિક ફ્રી અને તમારા નાનકડા બાળકો માટે સલામત છે.
બેબી રાહાની ઝલક માટે રાહ જોવી પડશે
કેપ્શન પરથી સ્પષ્ટ થાય છે કે આ બેબી રાહા નથી. તેથી કપૂર પરિવારની નાનકડી પરીને જોવા માટે તમારે હજુ થોડો સમય રાહ જોવી પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર