Home /News /entertainment /

લગ્ન પછી આલિયાનો ભ્રમ તૂટી ગયો, એક્ટ્રેસે કહ્યું કે- 'સુહાગરાત જેવી કોઈ વસ્તુ નથી હોતી'

લગ્ન પછી આલિયાનો ભ્રમ તૂટી ગયો, એક્ટ્રેસે કહ્યું કે- 'સુહાગરાત જેવી કોઈ વસ્તુ નથી હોતી'

આલિયાએ કહ્યું સુહાગરાત જેવી કંઈ નથી હોતું.

કોફી વિથ કરણની 7મી સિઝનમાં સૌથી પહેલી જોડી રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની જોવા મળશે. આ શોનો પહેલો એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે.

    કરણ જોહરના શો 'કોફી વિથ કરણ ' (Koffee With Karan 7)માં ટૂંક સમયમાં આલિયા ભટ્ટ જોવા મળશે. આ શોમાં આલિયા તેના કો-સ્ટાર રણવીર સિંહ સાથે પહોંચશે. આ જોડી કરણ જોહરની આવનારી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં સાથે રોમાન્સ કરતા જોવા મળશે અને તેના કારણે આલિયા અને રણવીરને આ શોના પહેલા ગેસ્ટ બનાવવામાં આવ્યા છે.

    પ્રથમ એપિસોડનો પ્રોમો સામે આવ્યો

    કરણ જોહરનો સેલિબ્રિટી ટોક શો ‘કોફી વિથ કરણ’(Koffee With Karan 7)લોકોને મનોરંજન કરવા માટે આવી રહ્યો છે. 7 જુલાઈ એટલે કે આજથી આ શો OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાનો છે. કોફી વિથ કરણની 7મી સિઝનમાં સૌથી પહેલી જોડી રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની જોવા મળશે. આ શોનો પહેલો એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં આલિયા સુહાગરાત વિશે વાત કરતી જોવા મળી રહી છે.

    આલિયાએ સુહારાગત વિશે જણાવી વાત

    કરણ જોહર આલિયા ભટ્ટને પૂછે છે કે લગ્ન વિશે એવી કઈ માન્યતા છે જે સાત ફેરા લેતા જ તૂટી ગઈ. તેના પર આલિયા જણાવે છે કે સુહાગરાત જેવી કોઈ વસ્તુ નથી હોતી કેમ કે તમે ઘણા થાકેલા હો છો. આ સાંભળી રણવીર અને કરણ બંને હસવા લાગે છે. આ શોમાં કરણ જોહર આલિયા ભટ્ટને પૂછે છે કે તેની બેસ્ટ ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી કોણી સાથે સારી છે. તેના માટે કરણ તેણે રણવીર સિંહ અને વરુણ ધવનના નામનો ઓપ્શન આપે છે, સવાલ સાંભળતા જ આલિયા વિચારમાં પડી જાય છે, પરંતુ આલિયાનો જવાબ સાંભળતા રણવીર એટલો નારાજ થઈ જાય છે કે તે કાઉચથી ઊભો થઈ શોમાંથી બહાર જવા લાગે છે. કરણ તેને પાછો બોલાવે છે.



    આ સિઝનનું ગેસ્ટ લિસ્ટ

    આ સિઝનમાં દર વખતની જેમ કરણ જોહરની સાથે કોફી પર વાતચીત કરવા ઘણા સેલિબ્રિટી જોવા મળશે. આ વખતે કાઉચ પર આલિયા ભટ્ટ, રણબીર સિંહ, જાહ્નવી કપૂર, કિયારા અડવાણી, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, વરુણ ધવન, અનિલ કપૂર, સમાંથા પ્રભુ, કિર્તી સેનન અને અનન્યા પાંડે જેવા સ્ટાર જોવા મળશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Alia Bhatt, Karan johar, Ranverr Singh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन