Viral Video: ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં આલિયા ભટ્ટ કરીના કપૂર ખાનની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'નાં પૂ.. નાં પાત્રની કોપી કરતી નજર આવે છે. આ વિડિયોમાં આલિયા કરીનાની જેમ ડાઇલોગ બોલતી નજર આવે છે. વીડિયોમાં આલિયા ભટ્ટ 'પૂ' તરીકે જોવા મળી રહી છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) તેનાં ટેલેન્ટથી આજે ઇન્ડસ્ટ્રીમાં મોટુ નામ થઇ ગઇ છે. અને હવે તો તે રાજામૌલીની સાઉથ ફિલ્મમાં પણ નજર આવવાની છે. તેમની ઘણી ફિલ્મો એક પછી એક રિલીઝના આરે છે. થોડા દિવસ પહેલાં જ તેની ફિલ્મ 'RRR'નું ટ્રેલર રિલીઝ થયું છે. આલિયા ભટ્ટની આ પહેલી સાઉથ ઈન્ડિયન ફિલ્મ હશે. આ વચ્ચે આલિયાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તે સારા અલી ખાનનાં ભાઇને રિજેક્ટ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં આલિયા ભટ્ટ કરીના કપૂર ખાનની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'નાં પૂ.. નાં પાત્રની કોપી કરતી નજર આવે છે. આ વિડિયોમાં આલિયા કરીનાની જેમ ડાઇલોગ બોલતી નજર આવે છે. વીડિયોમાં આલિયા ભટ્ટ 'પૂ' તરીકે જોવા મળી રહી છે અને તેની સામે છોકરાઓની લાઈન જોવા મળી રહી છે. સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ આ લાઈનમાં જોવા મળે છે અને છેલ્લે રણવીર સિંહ પણ આ લાઈનમાં ઉભો છે
આ વીડિયો પર કરીના કપૂરે આલિયા ભટ્ટના જોરદાર વખાણ કર્યા છે. કરીનાએ આ વીડિયોને ફરીથી શેર કર્યો છે અને લખ્યું છે કે, 'પૂ, અમારા સમયના અદ્ભુત એક્ટર, માય ડિયર આલિયાથી શ્રેષ્ઠ કોઈ નથી.' આલિયા, રણવીર સિંહ અને ઈબ્રાહિમ અલી ખાન સિવાય કરીનાએ આ પોસ્ટમાં કરણ જોહરને પણ ટેગ કર્યા છે. રણબીર કપૂર સાથે લગ્નને લઈને ચર્ચામાં રહેલી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં કરીનાના પરિવારનો ભાગ બનવા જઈ રહી છે.
આલિયા ભટ્ટના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં રાજામૌલીની ફિલ્મ RRR સાથે તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે જેમાં તે એક્ટર રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરશે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં પણ જોવા મળશે.
આલિયાએ તાજેતરમાં જ તેની નવી ફિલ્મ 'જી લે ઝરા'ની જાહેરાત કરી હતી, જેમાં પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ પણ હશે. આ ઉપરાંત આલિયા રણવીર સિંહ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં પણ જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર