મા સોની રાઝદાને પાકિસ્તાન જવાની વાત કરી, આલિયા ભટ્ટને આવ્યો ગુસ્સો

News18 Gujarati
Updated: April 6, 2019, 11:21 AM IST
મા સોની રાઝદાને પાકિસ્તાન જવાની વાત કરી, આલિયા ભટ્ટને આવ્યો ગુસ્સો
આલિયા ભટ્ટને મીડિયાએ જ્યારે સોની રાઝદાનનાં પાકિસ્તાન વાળા સ્ટેટમેન્ટ પર જવાબ માંગ્યો તો તે ગુસ્સે ભરાઇ ગઇ હતી

આલિયા ભટ્ટને મીડિયાએ જ્યારે સોની રાઝદાનનાં પાકિસ્તાન વાળા સ્ટેટમેન્ટ પર જવાબ માંગ્યો તો તે ગુસ્સે ભરાઇ ગઇ હતી

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હાલ જ આવનારી ફિલ્મ 'નો ફાધર્સ ઇન કશ્મીર'નાં પ્રમોશનલ ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયા ભટ્ટની મા સોની રાઝદાને કશઅમીર અને પાકિસ્તાન અંગે જોડાયેલાં એક પ્રશ્ન પર જવાબ આપ્યો હતો. જેને કારણે ઘણી બબાલ થઇ ગઇ હતી. તેને કહ્યું હતું કે, તે ભારતને હિન્દુ દેશ બનાવવાનાં વિરોધમાં છે. અને જ્યારે આ પ્રકારની વાતો પર પોતાનાં વિચાર જણાવે છે તો લોકો તેને દેશ દ્રોહી કહીને ટ્રોલ કરે છે. પાકિસ્તાન જતા રહેવા કહે છે. સોની રાઝદાન કહે છે કે 'હું પાકિસ્તાન જતી રહુ છુ વધુ ખુશ રહીશ'

સોની રાઝદાનનાં આ નિવેદન અંગે તેને સોશિયલ મીડિયા પર ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. હવે દીકરી આલિયા ભટ્ટ તેની માનાં બચાવમાં આવી છે. તેની ફિલ્મ 'કલંક'નાં પ્રમોશનમાં જોતરાયેલી આલિયા ભટ્ટ જ્યારે એક ઇન્ટરવ્યું દરમિયાન જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો આલિયાએ ગંભીરતાથી જવાબ આફતા કહ્યું કે, 'હા જ્યારે મે મારી મા અંગે ટ્રોલિંગ જોઇ તો મને ખરાબ લાગ્યુ હતું મે મારી માને ફોન કરીને કહ્યું કે, જો કોઇ વિષય પર માહિતી નથી તો વાત ન કરો. જોકે આ વિષય પર કોઇ સ્પષ્ટતા આપતી નહીં જે થઇ ગયુ તે થઇ ગયું. હવે તુ તારા નિવેદન પર અડગ રહેજે.'

આલિયા ભટ્ટે કહ્યુ કે, આ બધુ જ મારી માએ મજાકમાં જ કહ્યું હતું, તે ખુબજ સમજદાર મહિલા છે. તે બે બાળકોની મા છે અને મજાકમાં કહેલી વાતથી ટ્રોલર્સને ઉશ્કેરણી મળી ગઇ. અને તેમને સોશિયલ મીડિયા પર અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું. આલિયા કહે છે કે, જ્યારે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે તો તેને ફરક પડતો નથી પણ જ્યારે લોકો તેનાં પરિવારને ટ્રોલ કરે છે અને મામલો આવો ગંભીર હોય વાતો ખોટ્ટી હોય અને પાકિસ્તાન જતા રહેવાની સલાહ મળતી હોય તો મને ખુબજ ગુસ્સો આવે છે.

આલિયાએ અપીલ કરી કે 'મારી માની ફિલ્મ 'નો ફાધર્સ ઇન કશ્મીર' જરૂર જોજો.આ ફિલ્મ કશ્મીરની હાલની પરિસ્થિતિ પર બનેલી સત્ય ઘટના છે. આ ફિલ્મ પડદા પર જોવાથી આપને કશ્મીરનાં ઘણાં સમીકરણ સમજાશે અને તેને લઇને ઘણી ગેરમાન્યતાઓ દૂર થશે.'
First published: April 6, 2019, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading