Home /News /entertainment /આતુરતાનો અંત! રણબીર-આલિયાએ પોતે મીડિયાને બતાવી લાડલી રાહાની પહેલી ઝલક, દાદી નીતુ કપૂરે કરી આ રિકવેસ્ટ

આતુરતાનો અંત! રણબીર-આલિયાએ પોતે મીડિયાને બતાવી લાડલી રાહાની પહેલી ઝલક, દાદી નીતુ કપૂરે કરી આ રિકવેસ્ટ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ગત વર્ષે 6 નવેમ્બરે દીકરી રાહાનું સ્વાગત કર્યુ

Alia Bhatt-Ranbir Kapoor Daughter's Name: બોલીવુડના પાવર કપલ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે (Alia Bhatt) મીડિયાને પોતાની લાડલી રાહા (Raha)ની ઝલક બતાવી દીધી છે. સાથે જ તેમણે વિનંતી કરી હતી કે પાપારાઝી તેમની દીકરીના ફોટો ક્લિક ન કરે.

વધુ જુઓ ...
    Ranbir Kapoor Alia Bhatt: બોલીવુડ સુપરસ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની લાડલી રાહાના જન્મ બાદથી ખૂબ જ ખુશ છે. ફેન્સ આતુરતાથી રાહા (Raha Kapoor)ની એક ઝલક મેળવવા માટે આતુર છે પરંતુ તેમણે હજુ પણ થોડી રાહ જોવી પડશે.

    કપલે હાલમાં જ મીડિયા અને પાપારાઝીઓ સાથે મુલાકાત કરીને તેમને વિનંતી કરી છે કે તે તેમની દીકરી રાહા કપૂરની તસવીરો (Raha Kapoor Photos) ક્લિક ન કરે. કપલે પાપારાઝીઓ સાથે એક ગેટ ટુ ગેધર કરીને તેમને આ વાત કહી. ખાસ વાત એ છે કે રણબીર અને આલિયાએ પાપારાઝીઓએ રાહાની તસવીર પણ બતાવી છે.

    આ પણ વાંચો :  શાહરૂખ ખાનની દરિયાદિલી, દિલ્હીની હચમચાવી નાંખનારી ઘટનામાં જીવ ગુમાવનાર અંજિલીના પરિવાર માટે કર્યુ ગજબ કામ








    View this post on Instagram






    A post shared by @varindertchawla






    શનિવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પાપારાઝીઓ સાથે મુલાકાત કરી અને તેમને રિકવેસ્ટ કરી કે તેઓ તેમની બે મહિનાની દીકરી રાહા કપૂરની તસવીરો ક્લિક ન કરે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ગત વર્ષે 6 નવેમ્બરે દીકરી રાહાનું સ્વાગત કર્યુ. ઘણા પાપારાઝીઓએ શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કપલ સાથે પોતાની વાતચીત શેર કરી છે.

    સેલિબ્રિટી ફોટોગ્રાફર વરિંદર ચાવલાએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ગત વર્ષે એક ખૂબસૂરત દીકરી રાહા કપૂરનું વેલકમ કર્યુ. આજે આ કપલે પાપારાઝીને પર્સનલી મળીને વિનંતી કરી કે અમે તેમની દીકરીની તસવીરો ક્લિક ન કરીએ. હકીકતમાં રણબીર અને આલિયા દ્વારા લેવામાં આવેલું આ પગલું એકદમ યોગ્ય અને સકારાત્મક છે.

    આ પણ વાંચો :  આત્મહત્યા કરતા પહેલા તુનિષાએ આ વ્યક્તિને મોકલી હતી છેલ્લી વોઇસ નોટ, ચેટમાં થયો મોટો ખુલાસો




    તેવામાં વીરલ ભાયાણીના કેપ્શનમાં લખ્યું છે, ખૂબસૂરત કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તથા નીતૂ કપૂરે મીડિયા ફોટોગ્રાફર્સ માટે એક સ્પેશિયલ ગેટ ટુ ગેધર હોસ્ટ કર્યુ. આ કપલે મીડિયાને રિકવેસ્ટ કરી કે તે તેમની દીકરીની તસવીરો ક્લિક ન કરે. રણબીરે પોતાના ફોનમાં બેબી રાહાની ખૂબસૂરત તસવીરો અમને બતાવી. તે બાદ તેમણે અમને ટ્રીટ કર્યા.



    રણબીર અને આલિયા ભટ્ટે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગત વર્ષે 14 એપ્રિલે લગ્ન કરી લીધા. તેમણે રણબીરના મુંબઇ સ્થિત ઘરે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. તે બાદ કપલે જૂન 2022માં ગુડ ન્યૂઝ શેર કરી. 6 નવેમ્બરે તેમની લાડલીએ આ દુનિયામાં જન્મ લીધો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Ranbir Alia Marriage, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन