આલિયા ભટ્ટની ખુબજ ખાસનું નિધન, તસવીરો શેર કરી દર્શાવ્યો પ્રેમ

આલિયા ભટ્ટની ખુબજ ખાસનું નિધન, તસવીરો શેર કરી દર્શાવ્યો પ્રેમ
Photo- @aliaabhatt/Instagram

આલિયા ભટ્ટની (Alia Bhatt)ની ખુબજ પ્રેમાળ બિલાડી શીબા (Sheeba)નું નિધન થઇ ગયુ છે. એક્ટ્રેસે ભારી મને સોશિયલ મીડિયા (Social Media) પર તેની જાણકારી આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ (Alia Bhatt) પર દુખોનો પહાડ તૂટી ગયો છે. નવાં વર્ષનાં પહેાલં મહિનામાં જ આલિયાનાં ખુબજ ખાસે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેનું દુખ ફક્ત આલિયાને જ નહીં પણ આખા પરિવારને છે. એક્ટ્રેસની ખુબજ પ્રેમાળ બિલાડીનું મોત શીબા (Sheeba)નું નિધન થઇ ગયુ છે. આલિયાએ ભારી મને સોશિયલ મીડિયા (Social Media) પર તેની જાણકારી આપી છે. તેણે શીબાની કેટલીક તસવીરો શે કરી છે અને તેને અલવિદા કહી છે. સોશિયલ મીડિયા પર આલિયાએ શેર કરેલી આ તસવીરો વાયરલ થઇ રહી છે.

  આલિયા ભટ્ટ (Alia Bhatt)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પર બે તસવીર શેર કરી છે. તસવીરની સાથે તેણે પોસ્ટમાં લખ્યું છે - 'ગુડબાય માય એન્જલ' પહેલી ફોટોમાં આલિાય તેની બિલાડીની સાથે ક્યૂટ પોઝ આપતી નજર આવી રહી છે. અન્ય ફોટોમાં આલિયાની બિલાડી ક્યૂટ લાગી રહી છે. આ ફોટોમાં આલિયા તેનાં ફોનમાં બિઝી દેખાય છે.  આ પણ વાંચો-રેહાને 'My Girl' કહેવાં પર 'રોડીઝ'નો રાજીવ ફસાયો, પોસ્ટ ડિલીટ કરી આપી સ્પષ્ટતા

  આલિયાની આ પોસ્ટ પર ફેન્સ અને તેનાં ફ્રેન્ડ્સ શીબાનાં નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. આ ફોસ્ટ પર બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની વાઇફ તાહિરા કશ્યપ ખુરાનાએ પણ તેની પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત તેની પોસ્ટ પર શિલ્પા શેટ્ટી, મૌની રોય અને ભૂમિ પેડનેકરે પણ કમેન્ટ કરી છે.  આલિયા ઉપરાંત તેની માતા સોની રાઝદાને પણ શીબાની મોત પર શોક વ્યક્ત કર્યો છે. અને તેમનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી છે. સોની રાઝદાને પણ ઇમોશનલ પોસ્ટમાં લખ્યું છે 'RIP શીબા. અમે તારુ નામ શીબા કી રાનીનાં નામ પરથી રાખ્યું છે. કારણ કે પહેલાં દિવસથી જ તારામાં આ વાત હતી. મારી સવાર ફરી ક્યારેય નહીં થાય. શીબલ્સની સાથે તે મને પણ ખુબ પ્રેમ આપ્યો છે. તે માટે ધન્યવાદ.'  આલિયાને બિલાડીઓ ખુબજ પસંદ છે. તે ઘણી વખત તેનાં ફેન્સને આ અંગે જણાવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ હવે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં નજર આવશે. ફિલ્મમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કિનેની અને મૌની રોય છે.
  Published by:Margi Pandya
  First published:January 09, 2021, 10:18 am