આલિયા ભટ્ટે ખાસ મિત્રનાં લગ્નમાં 'જલેબી બાઇ'- 'ગેંદા ફૂલ' પર કર્યો ડાન્સ, જુઓ VIDEO

(PHOTO: Viral Bhayani)

આલિયા ભટ્ટ (Alia Bhatt)ની બેસ્ટ ફ્રેન્ડ રિયા ખુરાનાનાં લગ્ન છે. આ લગ્નમાં શામેલ થવા આલિયા રાજસ્થાન પહોંચી ગઇ છે. લગ્ન પહેલાં મ્યૂઝિક કાર્યક્રમમાં આલિાયએ તેની મિત્રોની સાથે રેપર બાદશાહ (Badshah)નાં સુપરહિટ સોન્ગ 'ગેંદા ફૂલ' (Genda Phool) પર દિલ ખોલીને ડાન્સ કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ આલિાય ભટ્ટ (Alia Bhatt) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની ગર્લ્સ ગેંગની સાથે તસવીરો શેર કરતી રહે છે. તેનાં બિઝી શેડ્યુલની વચ્ચે તેનાં મિત્રોની સાથે મોજ મસ્તી કરવાનું છોડતો નથી. હાલમાં આલિયાનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં તેની બેસ્ટ ફ્રેન્ડનાં લગ્નમાં દિલ ખોલીને ડાન્સ કરી રહી છે. વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબજ વાયરલ થઇ રહી છે. લગ્નમાં આલિયા ગર્લ્સ ગેંગની સાથે મસ્તી કરતાં દેખાઇ રહી છે.

  આલિયા ભટ્ટ (Alia Bhatt)ની બેસ્ટ ફ્રેન્ડ રહેલી રિયા ખુરાનાનાં લગ્ન હતાં. આ લગ્નમાં શામેલ થવાં તે રાજસ્થાન ગઇ હતી. લગ્ન પહેલાંની સંગીત સંધ્યામાં આલિયા તેની મિત્રોની સાથે રેપર બાદશાહ (Badshah)નાં સુપરહિટ ગીત 'ગેંદા ફૂલ' (Genda Phool) પર ડાન્સ કરતી નજર આવી રહી છે.  વીડિોયમાં આપ જોઇ શકો છો કે, આલિયા પિંક કલરનાં લહેંગામાં નજર આવી રહી છે. તે, આલિયાની એક સુંદર તસવીર સામે આવી છે. જેમાં આલિયા તેની મિત્રોની સાથે નજર આવી રહી છે. એક બીજી ફોટોમાં આલિયા તેની ગર્લ્સ ગેંગની સાથે નજર આવી રહી છે.
  આપને જણાવી દઇએ કે, શિવરાત્રિનાં સમયે આલિયા મોડી રાતે મંદિર પહોંચી હતી. આલિયાની સાથે તેનો અને રણબીરનો મિત્ર અયાન મુખર્જી પણ હતાં. એટલું જ નહીં જ્યારે આલિયાએ આ દરમિયાન પેપરાઝીને પુછ્યું કે, તે શું ખાસ માગ્યું? તેનાં પર એક્ટ્રેસે તુરંત જવાબ આપ્યો. માંગ્યું તો ખાસ છે પણ જણાવી શકતી નથી.
  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિાય જલદી જ રણબીર કપૂરની સાથે 'બ્રહ્માસ્ત્ર'માં નજર આવશે. 'બ્રહ્માસ્ત્ર'ની સાથે તે 'ગંગૂબાઇ કાઠિયાવાડી'માં પણ નજર આવશે. ફિલ્મ જુલાઇમાં રિલીઝ થશે. આ સાથે જ તે બાહુબલીનાં ડિરેક્ટર એસ એસ રાજામૌલીની અપકમિંગ ફિલ્મ 'આર આર આર' (RRR)માં પણ જર આવશે.
  Published by:Margi Pandya
  First published: