VIDEO: સ્પાયનાં કિરદારમાં નજર આવી આલિયા, જુઓ 'રાઝી'નું દિલધડક ટ્રેલર

News18 Gujarati
Updated: April 10, 2018, 10:53 AM IST
VIDEO: સ્પાયનાં કિરદારમાં નજર આવી આલિયા, જુઓ 'રાઝી'નું દિલધડક ટ્રેલર
આલિયા અને વિકીની આ ફિલ્મ 11 મે 2018નાં રોજ રિલીઝ થશે

આલિયા અને વિકીની આ ફિલ્મ 11 મે 2018નાં રોજ રિલીઝ થશે

  • Share this:
મુંબઇ: આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ફિલ્મ 'રાઝી' નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મનું ટ્રેલર રુવાડાં ઉભા કરી દે તેવું છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર બનેલી છે. ફિલ્મમાં આલિયા એક સ્પાયનો કિરદાર અદા કરી રહી છે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાનનાં સંબંધોની કહાની છે. વર્ષ 1971ની આ કહાની છે.

ફિલ્મમાં આલિયા પાકિસ્તાની આર્મી મેન વિકી કૌશલનાં ઘરે લગ્ન કરે છે. જોકે આ લગ્ન એક પ્રકારનો સોદો છે. જેમાં આલિયા ભારતની જાસુસ છે જે પાકિસ્તાન આર્મીનાં સિક્રેટ્સ ભારત સુધી પહોંચાડે છે. આલિયા અને વિકીની આ ફિલ્મ 11 મે 2018નાં રોજ રિલીઝ થશે.

આ ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. આ પહેલાં મેઘના ગુલઝાર 'તલવાર' ફિલ્મ ડિરેક્ટ કરી ચુક્યા છે.

First published: April 10, 2018, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading