નેપોટિઝમ પર બોલી આલિયાની મા,'જે આનો વિરોધ કરે છે શું તે આવું નહીં કરે'

News18 Gujarati
Updated: June 24, 2020, 5:13 PM IST
નેપોટિઝમ પર બોલી આલિયાની મા,'જે આનો વિરોધ કરે છે શું તે આવું નહીં કરે'
નેપોટિઝમ મુદ્દે આલિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે ત્યારે તેની માતા સોની રાઝદાન એનાં સપોર્ટમાં આવી છે

નેપોટિઝમ મુદ્દે આલિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે ત્યારે તેની માતા સોની રાઝદાન એનાં સપોર્ટમાં આવી છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નવો વિવાદ શરૂ થઇ ગયો છે. બોલિવૂડમાં શરૂ થયેલી નેપોટિઝમની ચર્ચાએ ઇન્ડસ્ટ્રીમાં બે જૂથ બનાવી દીધા છે. કેટલાંક સેલિબ્રિટીઝ છે જે તેનાં સપોર્ટમાં છે તો કેટલાંક સતત તેને ટ્રોલ કરી રહ્યાં છે. બોલિવૂડ સ્ટાર્સે તેમનાં સોશિયલ અકાઉન્ટ બંધ કરી દીધા છે તો કમેન્ટ ઓપ્શન હટાવી દીધા છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ શામેલ છે. હવે નેપોટિઝમ (Nepotism) મુદ્દે આલિયા ભટ્ટની મા સોની રાઝદાન (Soni Razdan) એ હાલમાં જ તેનો સપોર્ટ કર્યો હતો. અને પોતાનું મંતવ્ય જણાવ્યું હતું.સોની રાઝદાને ફિલ્મ નિર્માતા હંસલ મેહતાનાં તે સવાલનાં જવાબ આપ્યાં હતાં જેમાં તેણે નેપોટિઝમ અંગે ટ્વિટર પર પોસ્ટ કરી હતી. સોની રાઝદાને આ વાત કરી હતી. તેણે લખ્યું હતું કે, 'કોઇ ચર્ચિત વ્યક્તિનાં દીકરા અને દીકરી હોવા પર લોકોને તમારાથી ઘણી આશા થઇ જાય છે. અહીં કે, આજે જે ભાઇ-ભત્રીજાવાદ પર બોલે છે તેમનાં પોતાનાં એક દિવસ બાળક થશે. અને જો તે ઇન્ડસ્ટ્રીમાં શામેલ થવા ઇચ્છશે તો શું તેઓ તેમને આમ કરતાં રોકશે?'આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને હંસલ મેહતાની પોસ્ટને સપોર્ટ કરતાં આ કમેન્ટ કરી હતી. તેમજ લખ્યુ હતું કે, 'ભાઇ-ભત્રીજાવાદ પૂર્ણ થતાં પહેલાં આપણે પાખંડ અને નિહત સ્વાર્થનો પ્રચાર ઓછું કરવા અંગે કામ કરવું જોઇએ. '
First published: June 24, 2020, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading