Home /News /entertainment /OTT પર પણ ચાલ્યો આલિયાનો જાદૂ, 'Gangubai Kathiawadi'એ Netflix પર બનાવ્યો નવો રેકોર્ડ

OTT પર પણ ચાલ્યો આલિયાનો જાદૂ, 'Gangubai Kathiawadi'એ Netflix પર બનાવ્યો નવો રેકોર્ડ

નેટફ્લિક્સ પર પણ ધૂમ મચાવી રહી છે ગંગુબાઇ કાઠિયાવાડી

Netflix પર ફિલ્મની સફળતા વિશે બોલતા, આલિયા ભટ્ટે (Alia Bhatt) કહ્યું, "ભારત અને તેનાથી આગળ Netflix સાથે સારી વાર્તાઓ માટે પ્રેક્ષકો કેવી રીતે એકસાથે આવે છે તે જોવાનું અદ્ભુત છે. વિશ્વભરના પ્રેક્ષકો તરફથી મને જે પ્રેમ મળી રહ્યો છે તેનાથી હું અવાચક છું. હું હંમેશા સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માંગતી હતી."

વધુ જુઓ ...
આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ પહેલા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી અને હવે આ ફિલ્મ OTT પર પણ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે અને ત્યારથી આલિયાને ફરી એકવાર ઘણી પ્રશંસા મળી રહી છે. દેશ જ નહીં પરંતુ વિદેશી દર્શકો પણ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' તેના OTT પ્રીમિયરના એક અઠવાડિયામાં Netflix પર વૈશ્વિક સ્તરે નંબર વન બિન-અંગ્રેજી ફિલ્મ બની ગઈ છે.

મીડિયા અહેવાલો અનુસાર, 'ગંગુબાઈ કાઠિયાવાડી' નેટફ્લિક્સ પર અત્યાર સુધીમાં 13.82 મિલિયન કલાક જોવામાં આવી છે અને કેનેડા, યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને UAE સહિત 25 દેશોમાં ટોચની 10 ફિલ્મ રહી છે. આલિયાએ ફિલ્મમાં 'ગંગુબાઈ'નું પાત્ર ભજવ્યું છે. આલિયા અને તેની માતા સોની રાઝદાને ફિલ્મની સફળતા માટે ખુશી વ્યક્ત કરવા માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મુકી છે.

હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, નેટફ્લિક્સ પર ફિલ્મની સફળતા વિશે બોલતા, આલિયાએ કહ્યું, “આ જોવું આશ્ચર્યજનક છે કે નેટફ્લિક્સની સાથે ભારત અને તેની બહાર પણ સારી સ્ટોરી માટે કેવી રીતે દર્શકો મળી જાય છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને વિશ્વભરના પ્રેક્ષકો તરફથી મળી રહેલા પ્રેમથી હું અવાચક છું. હું હંમેશા સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માંગતી હતી.

આ પણ વાંચો -Vishakha Singh Birthday: જ્યારે 'ફુકરે' ફેમ અભિનેત્રી વિશાખાએ સોશિયલ મીડિયા યુઝરને વળતો જવાબ આપ્યો

આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી આ વર્ષે 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દર્શકોએ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો. આલિયાએ ફિલ્મમાં પોતાના જોરદાર અભિનયથી બધાની વાહવાહી જીતી હતી અને સારું કલેક્શન પણ કર્યું હતું. જણાવી દઈએ કે ફિલ્મે પહેલા દિવસે 10.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે ફિલ્મનું કુલ કલેક્શન 129.10 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો -Mandira Bedi : મંદિરા બેદીએ તેના લાંબા વાંકડિયા વાળ કેમ કાપ્યા? હવે આ વાતનો ખુલાસો કર્યો પોતે

આલિયા ભટ્ટ અને અજય દેવગન ઉપરાંત 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં વિજય રાઝ, સીમા પાહવા અને શાંતનુ મહેશ્વરી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ' પર આધારિત છે જે વર્ષ 2011માં પ્રકાશિત થઈ હતી.
First published:

Tags: Alia Bhatt, Gangubai kathiawadi, Netflix