Home /News /entertainment /Alia Bhatt ગ્લોબલ ડેબ્યૂ માટે તૈયાર, 'Wonder Woman' સાથે 'Heart Of Stone' માં જોવા મળશે

Alia Bhatt ગ્લોબલ ડેબ્યૂ માટે તૈયાર, 'Wonder Woman' સાથે 'Heart Of Stone' માં જોવા મળશે

આલિયા ભટ્ટ હવે હોલિવુડ ફિલ્મમાં પણ જોવા મળશે

Alia Bhatt Hollywood Debuted : આલિયા ભટ્ટ (Alia Bhatt) ના વૈશ્વિક પદાર્પણથી તેના ચાહકો ખૂબ જ ખુશ થવાના છે, કારણ કે તેના ચાહકો ઘણીવાર સોશિયલ મીડિયા પર તેને હોલીવુડની ફિલ્મોમાં જોવાની ઇચ્છા વ્યક્ત કરતા જોવા મળ્યા છે.

મુંબઈ : આલિયા ભટ્ટ (Alia Bhatt) નેટફ્લિક્સની "હાર્ટ ઑફ સ્ટોન" (Heart Of Stone) દ્વારા હોલિવૂડમાં ડેબ્યૂ (Alia Bhatt Hollywood Debuted) કરવા માટે તૈયાર છે. આમાં તે 'વન્ડર વુમન' (Wonder Woman) સ્ટાર ગેલ ગેડોટ (Gal Gadot) સાથે કામ કરતી જોવા મળશે. આલિયા ભટ્ટ આ ફિલ્મથી ગ્લોબલ ડેબ્યૂ કરશે. બોલીવુડમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ આલિયા હવે હોલીવુડ (Alia Bhatt Hollywood) માં પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. 'હાર્ટ ઓફ સ્ટોન'ની વાત કરીએ તો, તે એક સ્પાય થ્રિલર ફિલ્મ હશે, જેમાં '50 શેડ્સ ઓફ ગ્રે' સ્ટાર જેમી ડોર્નન પણ છે.

આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Alia Bhatt Gangubai Kathiawadi) છે, જેનું નિર્દેશન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું છે. ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)) ને દર્શકો તરફથી મળી રહેલા સતત પ્રેમથી આલિયા અને સંજય લીલા ભણસાલી ખૂબ જ ખુશ છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' એ રોગચાળાની શરૂઆતથી બોલિવૂડની ત્રીજી સૌથી વધુ ઓપનિંગ હાંસલ કરી છે. આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી પણ ઘણી પ્રશંસા મળી રહી છે.

ખાસ કરીને ફિલ્મમાં આલિયા ભટ્ટની જોરદાર એક્ટિંગ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આલિયાની લેટેસ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી વિશે વાત કરીએ તો, જ્યારે ફિલ્મે તેની રિલીઝના પ્રથમ સપ્તાહમાં જ વિશ્વભરમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે, ત્યારે આ ફિલ્મ સ્થાનિક સર્કિટમાં પણ 100 કરોડના ક્લબમાં તોડવાની નજીક પહોંચી ગઈ છે.

આ પણ વાંચોWomen Centric Films : માત્ર ગંગુબાઈ કાઠિયાવાડી જ નહીં, મહિલા પર બનેલી આ ફિલ્મોએ પણ કરી છે 100 કરોડથી વધુની કમાણી

ફિલ્મનું બીજા સપ્તાહનું કલેક્શન રૂ. 92.22 કરોડ. આલિયા ભટ્ટ અગાઉ ઝોયા અખ્તરની "ગલી બોય" માં જોવા મળી હતી, જે તે વર્ષના બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થઈ હતી અને તે આંતરરાષ્ટ્રીય હિટ બની હતી. આવી સ્થિતિમાં, અભિનેત્રીના વૈશ્વિક પદાર્પણથી તેના ચાહકો ખૂબ જ ખુશ થવાના છે, કારણ કે તેના ચાહકો ઘણીવાર સોશિયલ મીડિયા પર તેને હોલીવુડની ફિલ્મોમાં જોવાની ઇચ્છા વ્યક્ત કરતા જોવા મળ્યા છે.
First published:

Tags: Alia Bhatt, Bollywood Latest News, Bollywood News in Gujarati, Hollywood, Hollywood Movie, Hollywood News, Hollywood stars