Home /News /entertainment /આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે ખુશીઓના વધામણા, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે ખુશીઓના વધામણા, એક્ટ્રેસે દીકરીને આપ્યો જન્મ

ફોટો : ફોટો : @aliaabhatt ઇન્સ્ટાગ્રામ

વહેલી સવારે જ આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે મુંબઇની એચએન રિલાયન્સ હોસ્પિટલ પહોંચી હતી. જે બાદ આલિયા ભટ્ટની માતા સોની રાજદાની અને રણબીર કપૂરની માતા નીતૂ સિંહ પણ હોસ્પિટલ પહોંચી હતી.

    આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે પારણુ બંધાયુ છે. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે. દીકરીના જન્મ સાથે જ કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છે. જણાવી દઇએ કે વહેલી સવારે જ આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે મુંબઇની એચએન રિલાયન્સ હોસ્પિટલ પહોંચી હતી. જે બાદ આલિયા ભટ્ટની માતા સોની રાજદાની અને રણબીર કપૂરની માતા નીતૂ સિંહ પણ હોસ્પિટલ પહોંચી હતી.

    આ પણ વાંચો : એકદમ શોર્ટ ડ્રેસમાં છવાઇ ભોજપુરી સિનેમાની '18+' ફેમ ઇશા ગુપ્તા, ફોટોઝ પર અટકી ફેન્સની નજર

    આલિયા અને રણબીર બોલિવૂડના સૌથી લવિંગ પેરેન્ટ ક્લબમાં સામેલ થઈ ગયા છે. ફેન્સથી લઇને ફેમિલીના દરેક લોકો આલિયા-રણબીરને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે.



    કપૂર પરિવાર ખુશીનો માહોલ


    આલિયા ભટ્ટની ડિલિવરી HN રિલાયન્સ હોસ્પિટલમાં થઈ હતી. આલિયા અને રણબીરના બાળકના જન્મ બાદ કપૂર પરિવાર અને ભટ્ટ પરિવારમાં ઉજવણીનો માહોલ છે. જણાવી દઇએ કે  બંને પરિવારો નાના મહેમાનની આતુરતાથી રાહ જોતા હતા.

    જણાવી દઇએ કે આલિયાએ લગ્નના બે મહિના પછી જ પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. તેણે આ ખુશખબર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. તાજેતરમાં, આલિયાનું બેબી શાવર કરવામાં આવ્યું હતું. જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે આલિયાએ એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે.


    આ પણ વાંચો : The Curse Of Atuk: શાપિત ફિલ્મની એવી સ્ક્રિપ્ટ, જે એક્ટરે પણ વાંચી એનું થયું મોત

    એપ્રિલ 2022 માં લગ્ન કર્યા


    તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ મુંબઈમાં તેમના ઘરે લગ્ન કર્યા હતા. કલાકારોએ 2018 માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બંને પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર મળ્યા હતા. ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Bollywood Latest News, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन