Home /News /entertainment /VIDEO: આલિયા ભટ્ટ બેબી બમ્પ સાથે મુંબઇ પરત ફરી, રણબીર કપૂરને જોતા જ દોડીને વડગી પડી

VIDEO: આલિયા ભટ્ટ બેબી બમ્પ સાથે મુંબઇ પરત ફરી, રણબીર કપૂરને જોતા જ દોડીને વડગી પડી

રણબીર આલિયા મુંબઇ એરપોર્ટ પર આવ્યાં નજર

આલિયા ભટ્ટ (Alia Bhatt)નાં લગ્નનાં બે મહિના બાદ જ ફેન્સની સાથે તેની પ્રેગ્નેન્સીની ખબર શેર કરી હતી. આ ખબર સાંભળીને ફેન્સ ઘણાં જ ખુશ છે. આલિયા જેમ યૂકેથી મુંબઇ પહોંચી તો એરપોર્ટ પર પેપરાઝી તેને વધામણાં આપવાં લાગ્યાં. આલિયાએ આ દરમિયાન ખુબજ ખુલ્લા કપડાં પહેરેલાં હતાં. વ્હાઇટ શર્ટ અને મેચિંગ જેકેટ અને ઢીલુ બ્લેક પેન્ટ તેણે પહેર્યું હતું.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  આલિયા ભટ્ટ (Alia Bhatt) તેની પહેલી હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' (Heart Of Stone) ની શૂટિંગ યૂકેમાં પૂર્ણ થયા બાદ આલિયા ભટ્ટ મુંબઇ પરત ફરી ગઇ છે. આલિયા ભટ્ટ જેમ મુંબઇ એરપોર્ટ પર પહોંચી તો તેની એક ઝલક કેમેરામાં કેદ કરવા માટે પેપરાઝી જમા થઇ ગયા હતાં. આ દરમિયાન ટૂંક સમયમાં જ મમ્મી બનનારી એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેનું બેબી બંપ ફ્લોન્ટ (Alia Bhatt Flaunts her baby bump) કરતી નજર આવી. એક્ટ્રેસ એરપોર્ટ પર રણબીર કપૂરને જોઇ સરપ્રાઇઝ થઇ ગઇ હતી. અને તેનાં ઇમોશન્સ કંટ્રોલ નહોતી કરી શકી. સોશિયલ મીડિયા (Social Media) પર આળિયા અને રણબીરની તસવીરો અને વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યાં છે.

આલિયા ભટ્ટ (Alia Bhatt)નાં લગ્નનાં બે મહિના બાદ જ ફેન્સની સાથે તેની પ્રેગ્નેન્સીની ખબર શેર કરી હતી. આ ખબર સાંભળીને ફેન્સ ઘણાં જ ખુશ છે. આલિયા જેમ યૂકેથી મુંબઇ પહોંચી તો એરપોર્ટ પર પેપરાઝી તેને વધામણાં આપવાં લાગ્યાં. આલિયાએ આ દરમિયાન ખુબજ ખુલ્લા કપડાં પહેરેલાં હતાં. વ્હાઇટ શર્ટ અને મેચિંગ જેકેટ અને ઢીલુ બ્લેક પેન્ટ તેણે પહેર્યું હતું.




આલિયાનાં બેબી બમ્પ પર અટકી સૌની નજર
આલિાયનાં ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આલિયાને જોતા જ પેપરાઝીએ તેને વધામણી આપવાનું શરૂ કરી દીધુ હતું. આ દરમિયાન આલિયા ઘણી ખુશ નજર આવી રહી હતી. તેણે હાથ જોડીને સૌનો આભાર માન્યો હતો. સોશિયલ મીડિયા પર શેર થયેલાં વીડિયોમાં સૌની નજર તેનાં બેબી બંપ પર જઇને અટકતી હતી.

રણબીર કપૂરને જોતા જ આલિયા દોડીને વડગી પડી
પાપા બનવા જઇ રહેલાં રણબીર કપૂરે આલિયાને એરપોર્ટ પર પહોંચી સરપ્રાઇઝ આપી હતી. આલિયા પણ આ વાતથી અજાણ હતી. પુણ જેમ પેપરાઝીએ જણાવ્યું કે આરકે તેની ગાડીમાં રાહ જોઇ રહ્યો છે. આ સાંભળતા જ આલિયા ગાડી તરફ દોડી હતી અને રણબીરને જોતા જ તેને વડગી પડી હતી.




ગાડીમાં રણબીરને ચોટી પડી હતી આલિયા
આલિયાએ રણબીર કપૂરને જોતાજ BABY કહીને તેને ચોટી પડી હતી. આ દરમિયાન તેનાં ચહેરા પર જે ખુશી હતી તે દેખાતી હતી.




'બ્રહ્માસ્ત્ર'નાં પ્રમોશનમાં વ્યસ્ત છે કપલ
આલિયા પરત ફર્યા બાદ હવે આ કપલ જલ્દી જ તેમનાં પહેલાં બાળકનું સ્વાગત કરવાનાં છે. આ સાથે જ તેમની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝની તૈયારીઓમાં પણ તેઓ વ્યસ્ત રહેશે. આ જોડી પહેલી વખત ઓનસ્ક્રીન સાથે નજર આવશે.
First published:

Tags: Alia Bhatt, Baby bump, Ranbir Kapoor, મુંબઇ એરપોર્ટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો