Home /News /entertainment /આલિયા, દીપિકા અને ઐશ્વર્યા સહિતના સેલેબ્સના નામ પર લાખોની છેતરપિંડી
આલિયા, દીપિકા અને ઐશ્વર્યા સહિતના સેલેબ્સના નામ પર લાખોની છેતરપિંડી
bollywood actress
CREDIT CARD FRAUD: સાયબર સેલે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ફિલ્મ સ્ટાર્સના નામે નકલી ક્રેડિટ કાર્ડ બનાવી બેંકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હતી.
તાજેતરમાં જ છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોલિવૂડ અને ખેલ જગતના સેલિબ્રિટીના નામે ક્રેડિટ કાર્ડ બનાવીને લાખોની છેતરપિંડી કરવાનો આ સમગ્ર મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. સાયબર સેલે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ફિલ્મ સ્ટાર્સના નામે નકલી ક્રેડિટ કાર્ડ બનાવી બેંકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હતી. આ સ્ટાર્સના નામમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય, શિલ્પા શેટ્ટી અને સોનમ કપૂર સહિત કુલ 98 સેલિબ્રિટીના નામનો ઉપયોગ કર્યા હોવાની વાત સામે આવી છે. આ ગેંગે અત્યાર સુધીમાં 90 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની માહિતી મળી રહી છે.
આલિયા, દીપિકા અને ઐશ્વર્યાના નામ પર કરતા હતા છેતરપિંડી
આ સેલિબ્રિટીઓમાં અભિનેત્રીઓ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, એમએસ ધોની, અભિષેક બચ્ચન, સોનમ કપૂર, સચિન તેંડુલકર, સૈફ અલી ખાન, હૃતિક રોશન, શિલ્પા શેટ્ટી અને અન્ય ઘણા સેલેબ્સનો સમાવેશ થાય છે. આ હાઈપ્રોફાઈલ સેલિબ્રિટીઓના નામે સાઈબર ફ્રોડ કરવામાં આવતું હતું.
ડુપ્લીકેટ પાન કાર્ડના આધારે કરતા હતા આવુ કામ
આ સેલિબ્રિટીઓના નામ પર પહેલા સરકારી ઓળખ કાર્ડ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ આ આખા કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. આ લોકો સેલિબ્રિટીઝના નામે અલગ-અલગ બેંકોમાંથી લોન લેતા હતા અને ક્રેડિટ કાર્ડ બનાવીને તેમની સાથે છેતરપિંડી કરતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર 23 ફેબ્રુઆરીએ પૂણેની મેસર્સ એફપીએલ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડના પ્રતિનિધિ શેખાવતે આ બાબતને લઈને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક કંપની વર્ચ્યુઅલ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બનાવે છે. તે સેલિબ્રટીના નકલી પાન કાર્ડ અને આધાર કાર્ડનો બનાવી ને ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ બનાવે છે. આવું કરી તેમણે કંપની સાથે રૂ. 21.31 લાખની છેતરપિંડીને અંજામ આપ્યો છે.
" isDesktop="true" id="1348628" >
2 વર્ષમાં કર્યા 90 લાખથી વધુના ફ્રોડ
આ છેતરપિંડીના કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી એકે બી.ટેક. પાસ છે. આ લોકો પાસેથી 25 નકલી આધાર કાર્ડ, 40 ક્રેડિટ કાર્ડ, દસ મોબાઈલ, એક લેપટોપ, 42 સિમ કાર્ડ, 34 નકલી પાન કાર્ડ સહિત પાંચ ચેકબુક મળી આવી છે. આ લોકોએ છેલ્લા 2 વર્ષમાં લગભગ 90 લાખની છેતરપિંડી કરી ચુક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર