Home /News /entertainment /આલિયાએ આ કારણે ન કરાવ્યું બોલ્ડ પ્રેગ્નેન્સી ફોટોશૂટ, આએક્ટ્રેસિસનું મેટરનિટી શૂટ રહ્યું ચર્ચામાં

આલિયાએ આ કારણે ન કરાવ્યું બોલ્ડ પ્રેગ્નેન્સી ફોટોશૂટ, આએક્ટ્રેસિસનું મેટરનિટી શૂટ રહ્યું ચર્ચામાં

ફોટો : @ aliaabhatt

બૉલીવુડથી લઈને ટીવી સુધી ઘણી એક્ટ્રેસિસ પોતાના મેટરનિટી ફોટોશૂટને લઈને ચર્ચામાં રહી છે. ઘણા ટ્રોલ પણ થયા છે, પરંતુ આલિયા આવું નથી કરાવ્યું. ત્યારે કેટલાકના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આલિયાએ અન્ય અભિનેત્રીઓની જેમ પ્રેગનન્સી ફોટોશૂટ કેમ નથી કરાવ્યું?

વધુ જુઓ ...
    આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હમણાં જ માતા-પિતા બન્યા છે. આલિયાએ 6 નવેમ્બરના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ પળને કપલે પોતાના જીવનની સૌથી પ્રેમાળ પળ ગણાવી હતી. પરિવારની સાથે સાથે આલિયા અને રણબીરના ફેન્સ પણ ખુબ ખુશ છે અને હવે આતુરતાથી બાળકીની એક ઝલકની રાહ જોઇ રહ્યા છે.

    બૉલીવુડથી લઈને ટીવી સુધી ઘણી એક્ટ્રેસિસ પોતાના મેટરનિટી ફોટોશૂટને લઈને ચર્ચામાં રહી છે. ઘણા ટ્રોલ પણ થયા છે, પરંતુ આલિયા આવું નથી કરાવ્યું. ત્યારે કેટલાકના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આલિયાએ અન્ય અભિનેત્રીઓની જેમ પ્રેગનન્સી ફોટોશૂટ કેમ નથી કરાવ્યું?

    આ પણ વાંચો : ડીપ નેક બ્લાઉઝમાં મૌનીના 'રેડ હૉટ' લુકે મચાવી સનસની, બોલ્ડ અદાઓ પર ફિદા થયા ફેન્સ

    આલિયા ભટ્ટે બોલીવૂડના બાકીની હિરોઈનોની જેમ બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું નહોતું. આલિયા તેના અંગત જીવનને ખાનગીમાં રાખે છે. ગર્ભાવસ્થા તેના માટે ખૂબ જ વ્યક્તિગત હતી અને તેથી તેણે કોઈ ફોટોશૂટ કરાવ્યું ન હતું.

    અહીં ઉલ્લેખનિય છે કે, આ પહેલા સોનમ કપૂર, બિપાશા બાસુ, અનુષ્કા શર્મા, કરીના કપૂર, કાજલ અગ્રવાલ અને ટીવી એક્ટ્રેસ દેબિના બેનરજીનું બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ ચર્ચામાં રહ્યું હતું. આ અભિનેત્રીઓના બોલ્ડ શૂટે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને તેઓ બેબી બમ્પ ફ્લોન્ટ કરીને સોશિયલ મીડિયા પર છવાય ગયા હતા.

    આ પણ વાંચો :  ખભા પરથી ડ્રેસ ઉતારીને શ્વેતા તિવારીએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, આ જગ્યાએ અટકી ફેન્સની નજર

    આલિયા ભટ્ટે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું

    આલિયા ભટ્ટ ની ક્લોથિંગ બ્રાન્ડ Ed-a-Mammaને લઇને ચર્ચામાં રહી છે. 2020માં તેણે તેની ફેશન ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર સ્ટાર્ટઅપ શરૂ કરી હતી જે કિડ્સવેર અને મેટરનિટીવેર બનાવે છે. આલિયાના મત મુજબવર્લ્ડ ક્લાસ બ્રાન્ડ હોય અને બાળકો માટે ટકાઉ વસ્ત્રો બનાવતી હોય તેવી કોઈ ડોમેસ્ટિક બ્રાન્ડ નહોતી. જો કે આલિયાએ પોતાની બ્રાન્ડ માટે ઘણા ફોટોશૂટ કરાવ્યા હતા. અભિનેત્રીના જણાવ્યા અનુસાર તેણે 'એરપોર્ટ લૂક્સ' કરતાં પ્રેગનન્સી દરમિયાન કમ્ફર્ટને વધુ મહત્વ આપ્યું છે.



    અહીં ઉલ્લેખનિય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્નના થોડા મહિના બાદ પોતાના જીવનની નવી સફર શરૂ કરી છે. બંને 6 તારીખે દીકરીના માતા-પિતા બન્યા હતા. આ પળને કપલે પોતાના જીવનની સૌથી પ્રેમાળ પળ ગણાવી છે. ફેન્સ આ સમાચારથી અભિભૂત થઇ ગયા છે અને હવે તેઓ આલિયા-રણબીરની બાળકીની દરેક નાની-મોટી અપડેટની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Bollywood Latest News, Ranbir Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन