VIDEO: સ્ટેજ પર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી આલિયા, શાંત રાખવી થઇ મુશ્કેલ

News18 Gujarati
Updated: December 2, 2019, 10:35 AM IST
VIDEO: સ્ટેજ પર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી આલિયા, શાંત રાખવી થઇ મુશ્કેલ
આલિયા ભટ્ટ (Alia Bhatt) વાત કરતાં કરતાં અચાનક રડવા લાગી બાજુમાં બેઠેલી બહેન શાહીન ભટ્ટ (Shaheen Bhatt) તેને શાંત કરાવતી આવી નજર

આલિયા ભટ્ટ (Alia Bhatt) વાત કરતાં કરતાં અચાનક રડવા લાગી બાજુમાં બેઠેલી બહેન શાહીન ભટ્ટ (Shaheen Bhatt) તેને શાંત કરાવતી આવી નજર

  • Share this:
મુંબઇ: આલિયા ભટ્ટ (Alia Bhatt) ગત દિવસોમાં તેનાં લગ્ન અને આવનારી ફિલ્મને લઇને ચર્ચામાં છે. પણ હાલમાં જ આલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ વીડિયોમાં આલિયા ભટ્ટ ધ્રુસકે ધ્રુસકે રડતી નજર આવે છે. જોડે બેઠેલી તેની બહેન શાહીન ભટ્ટ તેને શાંત કરવાનો પ્રયાસ કરે છે પણ આલિયાનું રડવાનું બંધ જ નથી થતું. આલિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો જાણવાં ઇચ્છે છે કે આખરે એવું શું થયું કે આલિયા આ રીતે રડવા લાગી.

આલિયા તેની બહેન શાહીન ભટ્ટની સાથે મુંબઇમાં આયોજિત એક વૂમન સેમિનારમાં પહોંચી હતી. આ દરમિયાન વાત કરતાં કરતાં તે રડી પડી હતી. આલિયા તેની બહેન શાહિનનાં ડિપ્રેશન અંગે વાત કરી રહી હતી. આ સમયે આલિયા વાત કરતાં કરતાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. આલિયાને રોતી જોઇને તેની બહેન શાહિન તુરંત જ તેની નજીક જાય છે અને તેને શાંત કરવાનો પ્રયાસ કરે છે પણ તે પોતાને રોકી નથી શકતી અને શાહિન પોતે પણ રડવા લાગે છે.




 



View this post on Instagram




 

Emotional #AliaBhatt with sister #ShaheenBhatt for a women's seminar in Mumbai today #instadaily #ManavManglani


A post shared by Manav Manglani (@manav.manglani) on






આલિયાની બહેન શાહિન તેનાંથી પાંચ વર્ષ મોટી છે અને 13 વર્ષની ઊંમરે તે ડિપ્રેશનનો શીકાર થઇ હતી. શાહિને તેનાં ડિપ્રેશનને લઇને એક બૂક પણ લખી છે જેનું નામ છે 'આઇ હેવ નેવર બીન અનહેપીયર'. આલિયાએ જણાવ્યું કે, 'હું મારી બહેનની સાથે રહેવાં છતાં તેની બૂક વાંચ્યા બાદ તેની ભાવનાઓને સાચી રીતે સમજી શકી.' આલિયા તેની બહેનને લઇને ઘણી જ સેન્સીટીવ છે અને આ વાત તે ઘણી વખત સામે આવી છે.



 




View this post on Instagram




 

Emotional #AliaBhatt with sister #ShaheenBhatt for a women's seminar in Mumbai today #instadaily #ManavManglani


A post shared by Manav Manglani (@manav.manglani) on






થોડા દિવસ પહેલાં જ આલિયાએ શાહિનનાં જન્મ દિવસે એક સુંદર ઇમોશનલ નોટ પણ લખી હતી અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, 'હું મારી સમજદાર બહેન માટે એક પરફેક્ટ બર્થ ડે કેપ્શન લખવાનો પ્રયાસ કરી રહી છું. કારણ કે હું મારી બહેનની જેમ સારી લેખિકા નથી. જે સંબંધ અમારી વચ્ચે છે તેમાં કોઇ ભાષા છે જ નહીં. ફક્ત અમારી આંખો બોલે છે અને અમારા પગ, કદાચ ઘુંટણ પણ. તો હા, તું દુનિયાની સૌથી પ્રેમાળ બહેન છો અને હું ખુશ છું કે આપણી બિલાડીઓ, આલૂ ફ્રાય અને ખુબ બધી લંડનની યાદો. આ આપણું પોતાનું એક સ્વર્ગ છે.'
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading