ફિલ્મ 'કલંક'માં દુલ્હન બની છે આલિયા, તસવીર થઇ લીક

News18 Gujarati
Updated: January 20, 2019, 4:33 PM IST
ફિલ્મ 'કલંક'માં દુલ્હન બની છે આલિયા, તસવીર થઇ લીક
ફિલ્મ પૂરી થતાં જ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.

ફિલ્મના સેટની એક તસવીર લીક થઇ છે, જેમાં આલિયા ભટ્ટ દુલ્હન અવતારમાં જોવા મળી રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વરૂણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ 'કલંક'નું શૂટિંગ પૂરું થઇ ગયું છે, પરંતુ ફિલ્મ પૂરી થતાં જ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં આલિયા ભટ્ટ એક સોંગ માટે રિહર્સલ કરતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં લીક થયો હતો. જે બાદ હવે ફિલ્મની વધુ એક તસવીર પણ લીક થઇ છે.

'કલંક'માં આલિયાની તસવીર થઇ લીક

હાલમાં જ કરન જોહરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ 'કલંક'નું શૂટિંગ પૂરું થયું છે. વરૂણ ધવને પોતે સોશિયલ મીડિયામાં ફિલ્મના રેપઅપ અંગે માહિતી આપી હતી. જોકે, હવે ફિલ્મના સેટની એક તસવીર લીક થઇ છે, જેમાં આલિયા ભટ્ટ દુલ્હન અવતારમાં જોવા મળી રહી છે. આલિયા લાલ રંગના લહેંઘામાં છે, જ્યારે તેના હાથમાં કલીરે અને જ્વેલરી નજરે પડે છે.
 
View this post on Instagram
 

Here come the bride!!♥️🌹 She is so beautiful🌈😭♥️ @aliaabhatt #kalank


A post shared by ALIAA BHATT🖤MY LoVe🌎 (@aliabhatt_world_) on
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આલિયા ભટ્ટ ડાન્સ રિહર્સલ કરતી હોય તેવો વીડિયો પણ લીક થયો હતો. આ વીડિયોમાં આલિયા ચંદેરી પ્રિન્ટ લહેંઘામાં ડાન્સ કરતી જોવા મળી હતી. આ ફિલ્મ 19 એપ્રિલે રીલિઝ થશે.
First published: January 20, 2019, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading