આલિયા ભટ્ટને ‘કન્યાદાન’ મોંઘુ પડ્યું, જાહેરાતને કારણે મુંબઈમાં કેસ થયો

આલિયા ભટ્ટ

Alia Bhatt bridal advt controversy: ફરિયાદીએ એક બ્રાઈડલ વેર બ્રાન્ડની લેટેસ્ટ એડવર્ટાઈઝમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને લાગે છે કે આલિયા ભટ્ટે (Alia Bhatt) હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે.

 • Share this:
  મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) આજકાલ રણબીર કપૂર (Ranbir Kapoor) સાથેના લગ્નના સમાચારો ઉપરાંત ‘કન્યાદાન’ અંગે બનાવવામાં આવેલી એક બ્રાઈડલ વેર બ્રાન્ડની એડને કારણે સતત ચર્ચામાં છે. એક્ટ્રેસની આ એડવર્ટાઈઝ પર એક વ્યક્તિ એટલી હદે ભડકી ગઈ કે તેણે આલિયા ભટ્ટ વિરુદ્ધ મુંબઈના સાંતાક્રુઝ પોલિસ સ્ટેશન (Santacruz police station)માં ફરિયાદ નોંધાવી છે. ‘કન્યાદાન’ અંગે થતી દલીલનો કિસ્સો આંમ તો નવો નથી અને આ મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ તાજેતરની એડ જોઈને લોકોને આલિયાના વિચાર બિલકુલ પસંદ નથી આવી રહ્યા.

  જાણકારી મુજબ, ફરિયાદીએ એક બ્રાઈડલ વેર બ્રાન્ડની લેટેસ્ટ એડવર્ટાઈઝમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને લાગે છે કે આલિયા ભટ્ટે હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે અને કન્યાદાનને પછાત રીતે બતાવવામાં આવ્યું છે. આ મામલે માણ્યાવર કંપની અને આલિયા ભટ્ટ વિરુદ્ધ એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે.

  શું છે મામલો

  માણ્યાવરની જાહેરાતમાં બતાવવામાં આવ્યું છે કે આલિયા ભટ્ટ દુલ્હનના ગેટઅપમાં તૈયાર થઈને લગ્નના મંડપમાં બેઠી છે અને એ પોતાના પિયરને યાદ કરીને ઈમોશનલ થઈ રહી છે. આ સાથે તેણે પોતાના મા-બાપ અને પોતાના ઉછેરની વાતો કરતાં ‘કન્યાદાન’ની પરંપરા પર સવાલ ઉઠાવ્યો છે જે લોકોને બિલકુલ પસંદ નથી આવી રહ્યો.

  સોશિયલ મીડિયા પર વિરોધ

  આ એડ લોકોના ધ્યાને જતાં અલગ-અલગ મત આવી રહ્યા છે. અમુક લોકોનું કહેવું છે કે, દરેક ધર્મમાં આવી કેટલીય કુરીતિ હોય છે જેના અંગે જાગૃતિ ફેલાવવામાં નથી આવતી, પણ કેટલીક બ્રાન્ડ્સે તો જાણે હિંદુ ધર્મ વિરોધી યુદ્ધ છેડી નાખ્યું છે.

  દીકરી પારકું ધન નથી

  લોકોએ આ જાહેરાત અંગે નારાજગી દર્શાવતા કહ્યું કે, ખરેખર તો હિંદુ મહિલાઓએ મોટાં મોટાં ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી છે પરંતુ કેટલાંક નિર્દેશક મહિલાઓને પરાયું ધન રજૂ કરીને ફિલ્મો બનાવે છે અને પછી સમાજ સુધારકની ભૂમિકા ભજવે છે જે ખોટું છે.

  આ પણ વાંચો: રણબીર કપૂર સાથે રોમેન્ટિક ફોટો શેર કરીને આલિયાએ લખ્યું- ‘My life’, વાયરલ થયો ફોટો

  કંગના રનૌતે પણ કર્યો હતો વિરોધ

  અભિનેત્રી કંગના રનૌતે પણ આ જાહેરાતને હિંદુ વિરોધી એજન્ડા ગણાવીને લખ્યું હતું કે, ‘હિંદુ અને તેમના રીતિ-રીવાજોનું મજાક ઉડાવવાનું બંધ કરો. મારી દરેક બ્રાન્ડને વિંનતી છે કે પોતાની વસ્તુ વેંચવા ધર્મ, લઘુમતી, બહુમતી રાજકારણનો ઉપયોગ ન કરો.’
  Published by:Vinod Zankhaliya
  First published: