Home /News /entertainment /

રસપ્રદ વાત : આલિયા ભટ્ટે 9 વર્ષની ઉંમરે 'બ્લેક' માટે ઓડિશન આપ્યું, ત્યારે સંજય લીલા ભણસાલીએ કહ્યું હતુ આ....

રસપ્રદ વાત : આલિયા ભટ્ટે 9 વર્ષની ઉંમરે 'બ્લેક' માટે ઓડિશન આપ્યું, ત્યારે સંજય લીલા ભણસાલીએ કહ્યું હતુ આ....

આલિયા ભટ્ટને લઈ વર્ષો પહેલા સંજયલીલા ભણસાલીએ ભવિષ્યવાણી કરી હતી

આલિયા ભટ્ટ (Alia Bhatt) ની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) રિલીઝ થવાની છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેણે આ ફિલ્મમાં પોતાનો રોલ મજબૂત બનાવવા માટે મીના કુમારીની ફિલ્મો જોઈ હતી

    આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલના દિવસોમાં તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) ને લઈને જબરદસ્ત હેડલાઈન્સ બનાવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી સાથે આલિયાની આ પહેલી ફિલ્મ છે, પરંતુ શું તમે જાણો છો કે આલિયા બાળપણથી જ તેમની સાથે કામ કરવા માંગતી હતી અને તેથી તેમણે તેની ફિલ્મ 'બ્લેક' (Black) માટે 9 વર્ષની ઉંમરે પહેલીવાર ઓડિશન (Alia Bhatt first audition at age of 9) આપ્યું હતું. પરંતુ સિલેક્ટ થઈ શકી ન હતી. ત્યારે આલિયાને જોઈને ભણસાલી સાહેબે એક ભવિષ્યવાણી કરી હતી જે આજે સાચી પડી રહી છે.

    આલિયાએ બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એક કિસ્સો શેર કર્યો

    આલિયા ભટ્ટ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના જબરદસ્ત પ્રમોશનમાં વ્યસ્ત છે, આ ફિલ્મ 25 ફેબ્રુઆરી (Gangubai Kathiawadi Release Date) એ દસ્તક આપવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર અને અત્યાર સુધી રિલીઝ થયેલા ગીતો જબરદસ્ત છે, જે બાદ લોકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધી ગયો છે. તાજેતરમાં, બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Berlin International Film Festival) માં, આલિયાએ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા વિશે કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી.

    સંજય લીલા ભણસાલી આલિયા માટે છે સૌથી મોટી પ્રેરણા

    આલિયાએ સંજય લીલા ભણસાલીને પોતાના સૌથી મોટી પ્રેરણા ગણાવ્યા હતા. તેણીએ કહ્યું કે તે 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્લેક' માટે ઓડિશન આપવા માટે તેમની (સંજય લીલા ભણસાલી) સામે પહેલીવાર આવી હતી. તેમણે કહ્યું, 'ફિલ્મ શરૂ કરતા પહેલા અને ફિલ્મ દરમિયાન, મારી સૌથી મોટી પ્રેરણા મારા ડિરેક્ટર છે જે મારી સામે બેઠા છે. હું 9 વર્ષની ઉંમરથી ઈચ્છતી હતી કે તે મને ડાયરેક્ટ કરે.

    સંજય લીલા ભણસાલીએ ભવિષ્યવાણી કરી હતી

    આલિયાએ વધુમાં કહ્યું હતું કે, તે સમયે હું પહેલીવાર તેમની એક ફિલ્મ માટે ઓડિશન આપવા ગઈ હતી. મેં ઓડિશન આપ્યું હતું પણ હું નિષ્ફળ રહી, તેથી હું તે ફિલ્મની ભાગ ન બની શકી. પરંતુ તેમણે (સંજય લીલા ભણસાલી) મને જોઈ અને તે આજે પણ તે વાર્તા કહે છે. તેમણે મારી આંખોમાં જોયું અને તે સમયે પોતાની જાતને કહ્યું, 'યે એક દિન હીરૈોઈન બનેગી, બહુ મોટી એક્ટર'. હું 9 વર્ષની હતી ત્યારે પણ તેમણે મારી આંખોમાં આ આગ જોઈ હતી.

    આ પણ વાંચોKangana Ranaut એ હવે આલિયા ભટ્ટ અને ગંગુબાઈ કાઠિયાવાડી પર સાધ્યું નિશાન, કહ્યું- 'પાપા કી પરી...'

    2012માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

    તમને જણાવી દઈએ કે, આલિયાએ 2012માં કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલિવૂડ એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે 'હાઈવે', 'ટુ સ્ટેટ્સ', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'ઉડતા પંજાબ', 'બદ્રીનાથ કી દુલ્હનિયા', 'રાઝી', 'ગલીબોય' જેવી શાનદાર અને હિટ ફિલ્મો આપી છે. હવે તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ થવાની છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેણે આ ફિલ્મમાં પોતાનો રોલ મજબૂત બનાવવા માટે મીના કુમારીની ફિલ્મો જોઈ હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Alia Bhatt, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Gangubai kathiawadi, Sanjay Leela Bhansali

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन