HBD Alia Bhatt: રાજામૌલીની RRRમાં આવી દેખાશે આલિયા ભટ્ટ, જુઓ Latest Photo

આલિયા ભટ્ટ 'સિતા'નાં પાત્રમાં

રાજામૌલીની RRRમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) સિતાનાં પાત્રમાં નજર આવવાની છે. આ સાથે જ તેનો ફર્સ્ટ લૂક (First Look) જાહેર થઇ ગયો છે. ટ્વિટર પર આ લૂક અને આલિયાની તસવીર ટ્રેન્ડ થઇ રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે બોલિવૂડની ચુલબુલી આલિયા ભટ્ટનો (HBD Alia Bhatt) 28મો જન્મ દિવસ છે. તેનાં જન્મ દિવસને ખાસ બનાવવાં તેની ફિલ્મ RRRનાં ડિરેક્ટરે રાજામૌલીએ તેનો લેટેસ્ટ લૂક શેર કર્યો છે. આ લેટેસ્ટ લૂકમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) ઘણી જ સુંદર અને સોબર લાગી રહી છે. RRR ફિલ્મમાં તે સિતાનાં પાત્રમાં નજર આવવાની છે. તેનાં માટે આ ફિલ્મ ઘણી જ ખાસ છે. કારણ કે આ ફિલ્મથી જ તે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની છે.

    આ ફિલ્મમાં તેની સાથે રામચરણ અને જૂનિયર એનટીઆર અને અજય દેવગણ પણ જોવા મળશે. ફિલ્મમાં તે કોની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં આલિયાનું પાત્ર અને તેનો લૂક ઘણો જ દમદાર છે.



    ફિલ્મમાં આ પહેલાં પણ આલિયા ભટ્ટની એક તસવીર વાયરલ થઇ હતી જેમાં તેનો શેડો દેખાતો હતો. પણ તેનો ચહેરો નજર આવતો ન હતો.

    આજે આલિયા ભટ્ટનાં જન્મ દિવસે રાજામૌલીએ આલિયાને જન્મ દિવસની શુભેચ્છા આપતા તેની ફિલ્મનો લેટેસ્ટ લૂક શેર કર્યો છે.

    ગંગુબાઇ કાઠિયાવાડીમાં પણ દમદાર રોલ અદા કરી રહી છે આલિયા




    થોડા દિવસ પહેલાં જ આલિયા ભટ્ટની ગંગુબાઇ કાઠિાયવાડીનું (gangubai kathiawadi) ટિઝર રિલીઝ થયુ છે. આ ટ્રેલરમાં આલિયા ગંગુબાઇનાં પાત્રમાં નજર આવે છે. જે મુંબઇની મહિલા ડોન હતી. આ ફિલ્મનું ડિરેક્શન સંજય લીલા ભણસાલી કરી રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ છવાઇ ગયું હતું. ફિલ્મમાં આલિયાનો વ્હાઇટ સાડીમાં લૂક જામી રહ્યો છે. ગુજરાતી ડોનનાં પાત્રમાં આલિયાપહેલી વખત જોવા મળશે. ફિલ્મમાં આલિયાનાં ડાઇલોગ્સ દમદાર છે.
    Published by:Margi Pandya
    First published: