Kalank Review: કપડાં-સેટ પર ખૂબ ખર્ચ પણ કહાની કમજોર

News18 Gujarati
Updated: April 18, 2019, 11:08 AM IST
Kalank Review: કપડાં-સેટ પર ખૂબ ખર્ચ પણ કહાની કમજોર
ભવ્ય સેટ અને કપડાં, A ગ્રેડ સ્ટારકાસ્ટ અને ખુબજ ખર્ચો છતાં બોક્સ ઓફિસ પર પ્રભાવ નથી છોડતી 'કલંક'

ભવ્ય સેટ અને કપડાં, A ગ્રેડ સ્ટારકાસ્ટ અને ખુબજ ખર્ચો છતાં બોક્સ ઓફિસ પર પ્રભાવ નથી છોડતી 'કલંક'

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અભિષેક વર્મનની ફિલ્મ 'કલંક'નો ઇન્તેઝાર લાંબા સમયથી થઇ રહ્યો હતો. આ ફિલ્મને સમીક્ષકોએ ભળતા રિવ્યુ આપ્યા છે પણ ફિલ્મ જોવા ઘણાં લોકો ગયા તેમના મતે આ ફિલ્મની પાછળ જે પ્રમાણે મનમુકીને ખર્ચો કરવામાં આવ્યો છે. પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સફળ નહીં થાય.

સ્ટોરી લાઇન-
પાર્ટિશન પહેલાંની એક પ્રેમ કહાનીનાં કેન્દ્રમાં છે રૂપ (આલિયા ભટ્ટ) અને જફર (વરૂણ ધવન) જે યશ ચોપરાની 'વક્ત'ની જેમ ઐતિહાસિક ઘટનાઓની પૃષ્ઠ ભૂમિ પર એક પરિવારની કહાની કહે છે. આ વખતે ટાર્ગેટ ઓડિયન્સ આજની યંગ જનરેશન છે. પાકિસ્તાનનાં શહેર લાહોરની પાસે હુસ્નાબાદ (કાલ્પનિક શહેર)માં એક લુહાર (જફર) જે બહાર બેગમ (માધુરી દીક્ષિત) અને બલરાજ ચૌધરી (સંજય દત્ત)ની અનૌરસ સંતાન છે. અને કહાની છે જફર અને રૂપની પ્રેમ કહાનીની.

રૂપ એક ગરીબ સંગીતકારની દીકરી છે અને તેનાં લગ્ન એક ન્યૂઝપેપરના માલિક દેવ ચૌધી (આદિત્ય રોય કપૂર)થી થવાનાં છે. દેવ પહેલેથી જ પરણીત છે. પણ કેન્સરથી પીડિત તેની પત્ની સત્યા (સોનાક્ષી સિન્હા) પોતે રૂપને ગુજારિશ કરે છે કે તે દેવની બીજી પત્ની બને. રૂપ તેની વાત માની લે છે. અને પોતે એક અજીબ દ્વિદ્ધામાં મુકાઇ જાય છે. જફરનો એકમાત્ર ઉદ્દેશ છે બલરાજનાં પરિવારથી બદલો લેવાનો હવે રૂપ દ્વારા તે આ બદલો પૂર્ણ કરવા ઇચ્છે છે. અને બલરાજનાં નામને ખાખ કરવાં ઇચ્છે છે.આ પણ વાંચો-શું સાચેમાં પ્રેગ્નેન્ટ છે અનુષ્કા શર્મા? જાણો હકીકતસ્ક્રિન પ્લે-
શિબાની ભતીજાની આ કહાનીમાં ઘણી શક્યતાઓ હતી. તેને સ્ક્રિન પર ઉપસાવવાનાં પ્રયાસ થયા છે પણ સ્ક્રીન પ્લે અને આટઆટલા સ્ટારકાસ્ટને કારણે તે એટલી પ્રભાવ નથી પાડતી. ફિલ્મમાં ઘણો બધો સમય આલિયાની સુંદરતા અને વરૂણની બોડી બતાવવામાં લગાવી દીધો છે. ફિલ્મનાં પ્રોડ્યુસર કરણ જોહરે એક વખત મજાકમાં ક્હયું હતું કે, 'કલંક'નાં નિર્દેશક અભિષેક બર્મનને આલિયા પર ક્રશ છે અને આ ફિલ્મ જોઇને તેવું લાગે છે. અભિષેકને સાચેમાં આલિયાથી ખુબ પ્રેમ લાગે છે. કારણકે આ ફિલ્મમાં આલિયાનાં ઘણાં ક્લોઝઅપ શોટ્સ છે.આ પણ વાંચો-કુંવારી મા બનવાની છે એમી, શેર કર્યો બેબી બમ્પની તસવીરો

માધુરીનો છે નાનકડો રોલ- ફિલ્મમાં માધુરીની નાનકડી ભૂમિકા છે. છતાં તે પ્રભાવ છોડી દે છે. એક દીકરાની જિદ્દ અને સાચા અને ખોટા વચ્ચે ફસાયેલી બતાવવામાં આવી છે. સ્ક્રીન પર તે ખુબ ઓછી નજર આવે છે પણ જ્યારે છે ત્યારે છવાઇ જાય છે. ફિલ્મમાં બધાએ પોત પોતાનું કામ સારી રીતે અદા કર્યુ છે પણ ફિલ્મની સ્ટોરીલાઇન વિક લાગે છે જેને કારણે તે ખુબ ખેચાઇ હોય તેમ લાગે છે.

ભણસાલીની છાપ-
ફિલ્મને જોઇને આપને લાગે કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મોની ભવ્યતા અભિષેક વર્મને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે પણ સેટ અને મોંઘા કપડાં સીવાય તે ફિલ્મમાં ભણસાલીની છાંટ ન લાવી શક્યો.આ પણ વાંચો- મહેશ ભટ્ટે કંગના રનૌટને ચપ્પલ ફેંકીને મારી'તી, બહેન રંગોલીએ લગાવ્યો આરોપ

કેટલાં સ્ટાર્સ-
આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી માત્ર ત્રણ સ્ટાર્સ આપવામાં આવ્યા છે તે પણ તેનાં સેટ અને કપડાંની ભવ્યતા માટે અને સુપર સ્ટાર્સની એક્ટિંગ માટે. બાકી આ ફિલ્મની સ્ટોરી અને લાંબા લચક સ્ક્રિન પ્લે માટે તેને માત્ર બે સ્ટાર્સ મળે છે. ઓવર ઓલ ફિલ્મને અઢી સ્ટાર્સ મળે છે.
First published: April 18, 2019, 10:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading