એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની આલિાય ભટ્ટ સ્ટાર (Alia Bhatt) સ્ટાર ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)ની શૂટિંગ હજુ પૂર્ણ થઇ નથી. અને આ ફિલ્મ હજુ પણ કાયદાકીય ફચડામાં ફસાતી દેખાઇ રહી છે. ફિલ્મ અંગે સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગંગૂબાઇ કાઠિયાવાડીનાં દીકરા બાબૂજી રાવજી શાહે આ કેસ દાખલ કર્યો છે. સંજય દલીલા ભણસાલી અને આલિયા ભટ્ટ ઉપરાંત લેખક હુસૈન ઝૈદી, જેન બોર્ગિસ અને ભણસાલી પ્રોડક્શન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
આપને જણાવી દઇએ કે, 'લોકડાઉનને કારણે ફિલ્મની શૂટિંગ બંધ થઇ ગઇ હતી. જે બાદ હવે ફરીથી ગંગૂબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીનાં જીવન પર બેઝ્ડ છે. બૂક 'ધ માફિયા ક્વિન ઓફ મુંબઇ' પર આધારિત છે. ફિલ્મનાં નાઇટ શેડ્યૂલનું કામ પૂર્ણ થઇ ગયુ છે. રિપોર્ટ મુજબ, ગંગૂબાઇનાં દીકરા બાબૂડીએ બૂકનાં પેજ નંબર 50થી 69 સુધીનાં ભાગ પર આપત્તિ જતાવી છે. અને તેને ખોટો ગણાવ્યો છે. પિટીશનમાં બાબૂજીએ આરોપ લગાવ્યો છે કે, આ ભાગ તેમની પર્સનલ લાઇફમાં હસ્તક્ષેપ કરે છે. '
હવે આલિાય તેનાં બીજા ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આલિયા એસ એસ રાજામૌલીની ફિલ્મ RRRમાં નજર આવવાની છે. જેનૂ શૂટિંગમાં તે લાગેલી છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ રણબીર કપૂરની સાથે 'બ્રહ્માસ્ત્ર'માં નજર આવવાની છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટાર આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.
Published by:Margi Pandya
First published:December 26, 2020, 18:22 pm