રણવીર સિંહ અને આલિયા ભટ્ટે એપી ધિલ્લોનના કોન્સર્ટમાં બ્રાઉન મુંડે ટ્રેક પર કરી મસ્તી, જુઓ Video

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ

ઈન્સ્ટન્ટ બોલિવુડે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વિડીયો શેર કર્યા છે. જેમાં બંને કોન્સર્ટની મજા લેતા જોવા મળે છે. ફેન્સને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 • Share this:
  અભિનેતા રણવીર સિંહ (Ranveer singh) અને અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia bhatt) હાલના સમયમાં ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની (Rocky Aur Rani Ki Prem Kahani)ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન રણવીર અને આલિયા લાઈવ કોન્સર્ટનો આનંદ માણતા હોય તેવો વિડીયો વાઇરલ Ranveer singh Alia bhatt video viral) થયો છે. દિલ્હીમાં ફિલ્મના શૂટિંગ વખતે તેઓ ગુરુગ્રામમાં એપી ધીલ્લોનના કોન્સર્ટ (ap dhillons concert)માં જોવા મળ્યા હતા.

  વિડીયોમાં રણવીર અને આલિયા એપી ધિલ્લોનના હિટ ટ્રેક બ્રાઉન મુંડે માણતા જોઈ શકાય છે. ત્યાં બંને કલાકારોએ ખૂબ જ મસ્તી કરી હતી. ડાન્સ કરતી વખતે રણવીરે હાથ ઉપર લહેરાવ્યો હોવાનું પણ જોઈ શકાય છે. ઈન્સ્ટન્ટ બોલિવુડે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વિડીયો શેર કર્યા છે. જેમાં બંને કોન્સર્ટની મજા લેતા જોવા મળે છે. ફેન્સને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

  આલિયા ફેનને મળી

  વિડીયોમાં આલિયા ભટ્ટ તેના જબરા ફેન્સ સાથે વાત કરતી જોવા મળે છે. આ વિડીયોમાં આલિયાને ફેન સાથે વાત કરતી જોઈ શકાય છે. તે આલિયાની ફેન હોવાનું અને તેને ખૂબ પસંદ કરતી હોવાનું કહે છે. ત્યારે આલિયા તે ફેનને જવાબ આપતા કહે કે તે પણ તેને પ્રેમ કરે છે. આલિયા કહે છે કે તેને તેના ફેન્સનો ચહેરો યાદ છે અને આ સાથે તે તેને ફ્લાઈંગ કિસ પણ આપે છે.
  View this post on Instagram


  A post shared by BOLLYWOODSEA (@bollywoodsea)


  રોકી ઔર રાની કી પ્રેમ કહાની ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે. કરણ જોહર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. બીજી તરફ સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર, ઈબ્રાહિમ અલી ખાન આ પ્રોજેક્ટમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર પૈકીનો એક છે. આ ફિલ્મમાં રણવીર અને આલિયા ઉપરાંત ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સહિતના પીઢ કલાકારો પણ છે. કરણ સાથે ધર્મેન્દ્ર અને શબાનાનો આ પહેલો પ્રોજેક્ટ હશે, જ્યારે જયાએ અગાઉ 2001ની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કરણ સાથે કામ કર્યું હતું.

  આલિયાએ 6 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આલિયાએ લખ્યું હતું કે, મારા પ્રિય લોકો સાથે અસામાન્ય પ્રેમ કથા! રોકી ઔર રાની કી પ્રેમ કહાની, જેનું દિગ્દર્શન વન એન્ડ ઓન્લી કરણ જોહરે કર્યું છે અને ઈશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય દ્વારા લખવામાં આવી છે. 2022માં પડદા પર હિટ થવાની તૈયારીમાં છે. તેણે ફિલ્મના અન્ય એક પોસ્ટરને કેપ્શન આપી આ ફિલ્મની પટકથા અસામાન્ય હશે તેવા સંકેત આપ્યા હતા.

  આ પણ વાંચોBollywood Interesting Story: કોણ છે બોલીવુડના સૌથી અમીર કપલ? કયા કપલ પાસે કેટલી સંપત્તિ

  ઉલ્લેખનીય છે કે, રોકી ઔર રાની કી પ્રેમ કહાની સિવાય આલિયા અન્ય ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર, સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી, એસએસ રાજામૌલીની RRR અને કરણ જોહરની તખ્તમાં જોવા મળશે. બીજી તરફ રણવીર હાલમાં કલર્સ ટીવી ગેમ શો ધ બિગ પિક્ચર હોસ્ટ કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ સૂર્યવંશી 5 નવેમ્બરે રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તે આગામી સમયમાં રોહિત શેટ્ટીની સર્કસ અને કબીર ખાનની 83માં જોવા મળશે.
  First published: