Home /News /entertainment /Alia-Ranbir: આલિયા અને રણબીર જલ્દી બતાવશે લાડલી રાહાની પહેલી ઝલક, આ દિવસે આવશે ફેન્સની આતુરતાનો અંત
Alia-Ranbir: આલિયા અને રણબીર જલ્દી બતાવશે લાડલી રાહાની પહેલી ઝલક, આ દિવસે આવશે ફેન્સની આતુરતાનો અંત
રણબીર આલિયા શેર કરશે રાહાની તસવીર
ટૂંક સમયમાં આલિયા અને રણબીર ફેન્સની આ રાહનો અંત લાવવા જઈ રહ્યા છે. મીડિયામાં એવા સમાચાર છે કે તે જલ્દી જ પોતાની દીકરી રાહાની તસવીર સોશિયલ મીડિયા પર બતાવશે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તાજેતરમાં જ એક બાળકીના માતા-પિતા બન્યા છે. બંને પોતાના જીવનની ખાસ પળનો આનંદ માણી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર યુઝર્સ કપલ પાસેથી બેબી ગર્લના ફોટોની ડિમાન્ડ કરતા રહે છે. હવે આ વિશે એક મોટું અપડેટ આવ્યું છે.
ટૂંક સમયમાં આલિયા અને રણબીર ફેન્સની આ રાહનો અંત લાવવા જઈ રહ્યા છે. મીડિયામાં એવા સમાચાર છે કે તે જલ્દી જ પોતાની દીકરી રાહાની તસવીર સોશિયલ મીડિયા પર બતાવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં હોલી ડે પર જવાના છે. કપલ માને છે કે રાહા છ મહિનાની ન થાય ત્યાં સુધી તેમની દીકરીની તસવીર ન લેવી જોઈએ. જો કે, આ પછી, આલિયા પોતે તેની દીકરી રાહાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરશે કારણ કે તે જાણે છે કે તેના ફેન્સ બાળકીનો ફોટો જોવા માટે તરસી રહ્યા છે.
કપલે લોકોનો ભ્રમ તોડ્યો
પહેલા લોકો માનતા હતા કે આલિયા અને રણબીર પણ તેમની દીકરીની તસવીર સોશિયલ મીડિયા પર શેર નહીં કરે, કારણ કે બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જેઓ તેમના બાળકોની તસવીર શેર કરવા માંગતા નથી. જેમાં એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને નેહા ધૂપિયાનો સમાવેશ થાય છે. હવે આલિયા અને રણબીરે આ રિપોર્ટ્સને ખોટા સાબિત કર્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ આ મામલે તેની નણંદ અને બોલિવૂડની હોટ એક્ટ્રેસ કરીના કપૂરને ફોલો કરશે. તે કહે છે કે તે જ્યારે તેની દીકરી સાથે બહાર જાય છે ત્યારે ભલે તે ગમે તેટલી કોશિશ કરે, પરંતુ રાહાની તસવીર સોશિયલ મીડિયા પર ફરતી થઇ જ જશે. જ્યારે આલિયા ભટ્ટે દીકરીનું નામ જાહેર કર્યું ત્યારે તેણે તે સમયે રાહાનો ફોટો પણ બ્લર કરી દીધો હતો.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર