Home /News /entertainment /

RALIA: ઇન્વિટેશન કાર્ડ વાયરલ થતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ચાહકોમાં ભારે ઉત્સાહ, રાલિયાના લગ્ન બાબતે કહ્યું કંઇક આવું...

RALIA: ઇન્વિટેશન કાર્ડ વાયરલ થતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ચાહકોમાં ભારે ઉત્સાહ, રાલિયાના લગ્ન બાબતે કહ્યું કંઇક આવું...

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઈન્વીટેશન કાર્ડ

alia bhatt and ranbir kapoor wedding : આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) મુંબઈના ચેમ્બુરમાં આરકે હાઉસ ખાતે ભવ્ય લગ્ન સમારંભ યોજશે એવા અહેવાલો વહેતા થઇ રહ્યા છે. ત્યારે બંનેના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ (alia bhatt and ranbir kapoor wedding Invitation card) ચાહકોએ સોશ્યલ મિડિયા પર શૅર કર્યું છે અને તે વાયરલ થઈ ચૂક્યું છે.

વધુ જુઓ ...
  alia bhatt and ranbir kapoor wedding : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ચાહકો જે રીતે વિરુષ્કા કહેતા હતા, તેમ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir kapoor and Alia bhatt marriage)ની જોડીને રાલિયા કહેવામાં આવી રહી છે. આ જોડી આવતા અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાશે તેવા અહેવાલ છે. રણબીર સોશિયલ મીડિયા (Social media) પર નથી, પરંતુ આલિયા (Alia bhatt) ઘણી વાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કપલની લવ-અપ તસવીરો પોસ્ટ કરે છે.

  આલિયા અને રણબીર મુંબઈના ચેમ્બુરમાં આરકે હાઉસ ખાતે ભવ્ય લગ્ન સમારંભ યોજશે એવા અહેવાલો વહેતા થઇ રહ્યા છે. ત્યારે બંનેના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ ચાહકોએ સોશ્યલ મિડિયા પર શૅર કર્યું છે અને તે વાયરલ થઈ ચૂક્યું છે.

  આમંત્રણ કાર્ડમાં લખ્યું છે, ફોરેવર બીગનિંગ, સેવ ધી ડેટ. આ જાહેરાતની તસવીર શેર કરતી વખતે ચાહકે હેશટેગ #RanbirAliaWedding સાથે લખ્યું છે કે, આ વાત નક્કી છે.

  અન્ય એક ચાહકે ટ્વીટ કર્યું કે, હું આશા રાખું છું કે તેના બધા મિત્રો લગ્નમાં હાજર રહે અને આશા રાખું છું કે આપણને તેના મિત્રો અને તેમના પાર્ટનર સાથે ગ્રુપ પિક મળે.

  જો કે, ઓનલાઇન વાયરલ થઇ રહેલું આ ઇન્વિટેશન કાર્ડ ફેશન બ્રાન્ડ ઓરેલિયાની પ્રમોશનલ જાહેરાત છે. પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ જાહેરાત શેર કરતી વખતે બ્રાન્ડે લખ્યું છે કે, "પરફેક્ટ ડેટથી સેવ ધ ડેટ સુધી, @aliaabhatt ઘણી આગળ આવી ગઈ છે. લગ્નમાં શું થાય છે તેના માટે સંપર્કમાં રહો. #WeddinGlimpses જલદી જ જાહેર કરી રહ્યા છીએ.

  ઉલ્લેખનીય છે કે, લગ્ન બાબતે બંને તરફથી હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી. પરંતુ ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ રણબીરના નજીકના મિત્રો આદિત્ય રોય કપૂર, અયાન મુખર્જી અને અર્જુન કપૂર તેની બેચલર પાર્ટી માટે એક્સક્લુઝિવ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.

  ઇટાઇમ્સ અનુસાર, આલિયા ભટ્ટના મામાના પિતા એન રાઝદાનની નાદુરસ્ત તબિયતને કારણે આ મહિને લગ્ન થઈ રહ્યા છે. તેમણે આલિયા અને રણબીરના લગ્ન જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રના જણાવ્યા અનુસાર, મિસ્ટર રાઝદાન પણ રણબીરને ખૂબ પસંદ કરે છે અને તેને ખૂબ પ્રેમ કરે છે.

  આ પણ વાંચોBollywood Sister : કપૂરથી લઇને ભટ્ટ સિસ્ટર્સ સુધી, આ બહેનોની જોડીઓએ ભારતીય સિનેમામાં બનાવી છે પોતાની ઓળખ

  નોંધનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 17 એપ્રિલે લગ્ન કરશે તેવા અહેવાલ છે. બંને ચેમ્બુરના આરકે હાઉસમાં લગ્ન કરશે, જ્યાં ઋષિ કપૂર અને નીતુ કપૂરે 1980માં લગ્ન કર્યા હતા.
  First published:

  Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Bollywood Latest News, Bollywood News in Gujarati, Ranbir Kapoor

  આગામી સમાચાર