Brahmastra Poster : રણબીર-આલિયાને લગ્ન પહેલા જ મળી ગિફ્ટ, 'બ્રહ્માસ્ત્ર'ના નવા પોસ્ટરમાં સામે આવી 'કેસરિયા'ની ઝલક
Brahmastra Poster : રણબીર-આલિયાને લગ્ન પહેલા જ મળી ગિફ્ટ, 'બ્રહ્માસ્ત્ર'ના નવા પોસ્ટરમાં સામે આવી 'કેસરિયા'ની ઝલક
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની એક સાથે પ્રથમ ફિલ્મ બ્રહ્માસ્ત્ર
Brahmastra poster : બ્રહ્માસ્ત્ર ફિલ્મ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની એકસાથે પહેલી ફિલ્મ છે. આ નવા પોસ્ટરમાં શિવા (Shiva) અને ઈશા (Isha) એટલે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સુંદર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે
Brahmastra poster : રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) આ દિવસોમાં તેમના લગ્ન (Ranbir Kapoor-Alia Bhatt Wedding) ને લઈને ભારે ચર્ચામાં છે. લગ્નની ચર્ચાઓ વચ્ચે તેમની પહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra) ના ડિરેક્ટરે તેમને ભેટ આપી છે. ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જીએ આજે ફિલ્મના નવા પોસ્ટર (Brahmastra new poster Out) સાથે ફિલ્મના પ્રથમ ગીત 'કેસરિયા'ની ઝલક શેર કરી છે, જેમાં આલિયા અને રણબીર શિવા અને ઈશાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
'બ્રહ્માસ્ત્ર' (Brahmastra)ના આ નવા પોસ્ટરમાં શિવા (Shiva) અને ઈશા (Isha) એટલે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સુંદર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આને શેર કરતાં અયાન મુખર્જીએ એક લાંબુ કેપ્શન પણ લખ્યું છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
અયાન મુખર્જીએ આ ખાસ કેપ્શન લખ્યું છે
પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા અયાન મુખર્જીએ લખ્યું, 'ભાગ એક: શિવ... જેને બ્રહ્માસ્ત્રનો પહેલો અધ્યાય કહેવામાં આવી રહ્યો છે. પરંતુ સૌથી લાંબા સમય સુધી, તે… ભાગ એક: પ્રેમ, કારણ કે મૂળભૂત રીતે બ્રહ્માસ્ત્ર પ્રેમની ઊર્જા વિશે છે. એક પ્રેમ જે ફિલ્મની બહાર અને જીવનમાં આગની જેમ ફેલાય છે.
તેમણે આગળ લખ્યું- 'અમારા પ્રેમનું પોસ્ટર! તેના માટે આ સમય યોગ્ય લાગે છે, હાલના દિવસોમાં હવામાં ઘણો પ્રેમ છે અને તેની સાથે કેસરિયા, પ્રીતમ (દાદા), અમિતાભ ભટ્ટાચાર્ય, અરિજીતના જાદુની થોડી ઝલક. શિવ અને ઈશા (રણબીર અને આલિયા). પ્રેમ એ સૌથી મોટું શસ્ત્ર છે!'.
પોસ્ટર કેવું છે
પોસ્ટરની વાત કરીએ તો, રણબીર અને આલિયા ઘાયલ હાલતમાં એકબીજાની બાહોમાં જોવા મળે છે. રણબીરના કપડામાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે, જ્યારે આલિયાના હાથમાં ઈજાના ઘણા નિશાન છે.
તમને જણાવી દઈએ કે 'બ્રહ્માસ્ત્ર' રણબીર અને આલિયાની એકસાથે પહેલી ફિલ્મ છે. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, ફોક્સ સ્ટાર સ્ટુડિયો, ધર્મા પ્રોડક્શન્સ, પ્રાઇમ ફોકસ અને સ્ટારલાઇટ પિક્ચર્સ દ્વારા નિર્મિત 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં આવવા માટે તૈયાર (Brahmastra Release Date) છે. આ ફિલ્મ 5 ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા અને રણબીરની સાથે અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની પણ જોવા મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર