Home /News /entertainment /Alia Bhatt Daughter Name: આલિયા ભટ્ટ-રણબીર કપૂરે દીકરીનું નામ કરી દીધું ફાઇનલ! આ ખાસ વ્યક્તિ સાથે છે કનેક્શન

Alia Bhatt Daughter Name: આલિયા ભટ્ટ-રણબીર કપૂરે દીકરીનું નામ કરી દીધું ફાઇનલ! આ ખાસ વ્યક્તિ સાથે છે કનેક્શન

ફોટો : @aliaabhatt ઇન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીના નામને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા છે. રિપોર્ટ્સ અનુસાર આલિયા-રણબીરની દીકરીનું નામ ફાઇનલ કરી દીધું છે.

  મુંબઈઃ આલિયા ભટ્ટે 6 નવેમ્બરે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એક દીકરીને જન્મ આપ્યો છે. એક્ટર્સની આ નાનકડી પરીની એક ઝલક જોવા માટે ફેન્સ આતુર છે. પરંતુ આલિયા અને રણબીરે પોતાની પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને બેબીને મળવાવાળા અને ફોટો ક્લિક કરનારા લોકો માટે અમુક નિયમ બનાવ્યા છે. આવામાં હવે એવી ખબર સામે આવી છે કે આલિયા-રણબીરે બેબીનું નામ ફાઇનલ કરી દીધું છે. દીકરીનું નામનું ખાસ કનેક્શન કપૂર પરિવાર સાથે હશે.

  આલિયા-રણબીરે ફાઇનલ કર્યુ આ નામ


  આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દિકીરીનું નામ જાણવા અને તેની ઝલક જોવા માટે ફેન્સ ખૂબ જ આતુર છે. હાલ બોલિવૂડ લાઇફના રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યુ છે કે, આલિયા અને રણબીર દીકરીનું નામ ફાઇનલ કરી લીધું છે અને જલ્દી તેની જાહેરાત પણ કરી દેશે. રિપોર્ટ અનુસાર, દીકરીનું નામ રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરના નામના કનેક્શન રાખે છે.

  આ પણ વાંચોઃ બોલિવૂડમાં ફ્લોપ થતાં 'મિસ વર્લ્ડ'એ પકડ્યો સાઉથનો રસ્તો, આ એક્ટર સાથે જોવા મળશે માનુષી

  નીતૂ કપૂર થઈ ઈમોશનલ


  રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના આ વિચારને જાણ્યા બાદ નીતૂ કપૂર ઇમોશનલ થઈ ગઈ હતી. આમ પણ દીકરીના આવવાથી નિતૂ કપૂરના સાતમા ગગને ઝૂમી રહી હતી. જણાવી દઈએ કે, જ્યારે પૈપરાઝીએ નીતૂ કપૂરને દીકરી વિશે પુછ્યુ, ત્યારે તેણીએ પોતાના મનની વાત કહી તેણીએ કહ્યુ- 'આ અત્યાર સુધીનું સૌથી ક્યુટ બાળક છે.'
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Entertainment news, બોલીવુડ, મનોરંજન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन