Home /News /entertainment /

ટૂંક સમયમાં જોડિયા બાળકોના મમ્મી-પપ્પા બનશે રણબીર-આલિયા! જ્યોતિષે કરી ભવિષ્યવાણી

ટૂંક સમયમાં જોડિયા બાળકોના મમ્મી-પપ્પા બનશે રણબીર-આલિયા! જ્યોતિષે કરી ભવિષ્યવાણી

કપલના ઘરે નાના રાજકુમારોની કિલકારીઓ ગુંજશે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અત્યારે પોતાની પ્રોફેશનલ જ નહીં પરંતુ પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં છે. આ વર્ષે એપ્રિલમાં જ બંનેએ એક પ્રાઈવેટ વેડિંગ કર્યા હતા, જેમાં માત્ર નજીકના લોકો જ સામેલ હતા.

    રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અત્યારે પોતાની પ્રોફેશનલ જ નહીં પરંતુ પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં છે. આ વર્ષે એપ્રિલમાં જ બંનેએ એક પ્રાઈવેટ વેડિંગ કર્યા હતા, જેમાં માત્ર નજીકના લોકો જ સામેલ હતા. હવે લગ્નનાં ત્રણ મહિના પછી જ આલિયાએ ફેન્સની સાથે ખુશખબરી શેર કરી જણાવ્યું હતું કે તે પ્રેગ્નન્ટ છે. હવે ફરી એક વખત કપલની તરફથી ડબલ ગુડ ન્યૂઝ સામે આવી રહી છે.

    અત્યારે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને પોતાના કામની સાથે પોતાના બાળકના આવવાનો ફેઝ પણ એન્જોય કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રણબીર-આલિયા જોડિયા બાળકોના મમ્મી-પપ્પા બનવાના છે.




    એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક પ્રખ્યાત જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી છે કે, કપલના ઘરે નાના રાજકુમારોની કિલકારીઓ ગુંજશે. સોશિયલ મીડિયા પર વાઈરલ સમાચારના અનુસાર, લગ્નના ત્રણ મહિનાની અંદર જ આલિયાનો આટલો મોટો બેબી બમ્પ હોવાનું કારણ ટ્વિન્સ પણ હોય શકે છે. આ વાતની પુષ્ટિ તો નથી થઈ, પરંતુ ફેન્સ ઘણા ખુશ છે. જો આ વાત સાચી સાબિત થાય છે તો કપૂર ખાનદાનમાં ડબલ કિલકારીઓ ગુંજશે.

    બેબી બમ્પની સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી આલિયા

    તાજેતરમાં આલિયા પોતાની હોલિવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ પૂરું કરી યુરોપથી ઈન્ડિયા પરત ફરી છે. આ દરમિયાન એરપોર્ટ પર તે મોટા બેબી બમ્પ સાથે જોવા મળી હતી. કપલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા અને રણબીર 'બ્રહ્માસ્ત્ર' દ્વારા પડદા પર પહેલીવાર સાથે જોવા મળશે. તેના માટે ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. તે સિવાય 22 જુલાઈના રોજ રણબીર કપૂરની 'શમશેરા' પણ રિલીઝ માટે તૈયાર છે, જેમાં તે સંજય દત્તની સાથે કામ કરી ઘણો ખુશ છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Alia Bhatt, Pregnancy, Ranbir Kapoor

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन