Home /News /entertainment /કપૂર પરિવારમાં જલ્દી ગૂંજશે કિલકારી! ડિલીવરી માટે રણબીર સાથે હોસ્પિટલ પહોંચી આલિયા ભટ્ટ

કપૂર પરિવારમાં જલ્દી ગૂંજશે કિલકારી! ડિલીવરી માટે રણબીર સાથે હોસ્પિટલ પહોંચી આલિયા ભટ્ટ

ફોટો : @aliaabhatt ઇન્સ્ટાગ્રામ

નાનકડા મહેમાનને આવકારવા માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તૈયારીઓ પૂરી કરી લીધી છે. સમાચાર હતા કે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આલિયા બાળકને જન્મ આપશે. જો કે, નવા અપડેટ મુજબ, આલિયા ભટ્ટ તેની ડિલિવરી માટે HN રિલાયન્સ હોસ્પિટલ પહોંચી છે.

વધુ જુઓ ...
    Alia Bhatt Delivery: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જલ્દી જ માતા-પિતા બનવાના છે. ફેમિલી અને ફ્રેન્ડ્સ ઉપરાંત ફેન્સ પણ તેમના બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ આલિયાનું બેબી શાવર ફંક્શન કરવામાં આવ્યું હતું, જેની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે આલિયાની ડિલિવરી સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા હોસ્પિટલ પહોંચી ગઈ છે.



    આલિયા હોસ્પિટલ પહોંચી


    નાનકડા મહેમાનને આવકારવા માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તૈયારીઓ પૂરી કરી લીધી છે. સમાચાર હતા કે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આલિયા બાળકને જન્મ આપશે.

    આ પણ વાંચો : એકદમ શોર્ટ ડ્રેસમાં છવાઇ ભોજપુરી સિનેમાની '18+' ફેમ ઇશા ગુપ્તા, ફોટોઝ પર અટકી ફેન્સની નજર

    જો કે, નવા અપડેટ મુજબ, આલિયા ભટ્ટ તેની ડિલિવરી માટે HN રિલાયન્સ હોસ્પિટલ પહોંચી છે. એટલે કે આલિયા ગમે ત્યારે પોતાના બાળકને જન્મ આપી શકે છે. દેખીતી રીતે આ સમાચાર તેના ફેન્સ માટે કોઈ સરપ્રાઈઝથી ઓછા નથી.



    રજીસ્ટર કરાવવામાં આવ્યું એક્ટ્રેસનું નામ


    આલિયાએ લગ્નના બે મહિના પછી જ પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા હતા. તેણે આ ખુશખબર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે આલિયા એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે. તેનું નામ પણ રજીસ્ટર કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો : The Curse Of Atuk: શાપિત ફિલ્મની એવી સ્ક્રિપ્ટ, જે એક્ટરે પણ વાંચી એનું થયું મોત

    ફેન્સની નજર હાલમાં માત્ર આલિયા અને રણબીર સાથે જોડાયેલા સમાચારો પર છે. રણબીર આલિયાના ફેન્સ તેમના બાળકની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

    એપ્રિલ 2022 માં લગ્ન કર્યા


    તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ મુંબઈમાં તેમના ઘરે લગ્ન કર્યા હતા. કલાકારોએ 2018 માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બંને પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર મળ્યા હતા. ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Bollywood Latest News, Ranbir Kapoor

    विज्ञापन
    विज्ञापन