Home /News /entertainment /Video : રણબીર કપૂરે યુવતી સાથે હાથ મિલાવતાં જ આલિયા થઇ ઇનસિક્યોર, જોવા જેવું છે એક્ટ્રેસનું રિએક્શન
Video : રણબીર કપૂરે યુવતી સાથે હાથ મિલાવતાં જ આલિયા થઇ ઇનસિક્યોર, જોવા જેવું છે એક્ટ્રેસનું રિએક્શન
આલિયા ભટ્ટનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રણબીર કપૂરની ફીમેલ ફેન સાથે વાતચીત કરતી વખતે ઇનસિક્યોર થઇ જાય છે. શું તમે વાયરલ થઇ રહેલો આ વીડિયો જોયો?
આલિયા ભટ્ટનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રણબીર કપૂરની ફીમેલ ફેન સાથે વાતચીત કરતી વખતે ઇનસિક્યોર થઇ જાય છે. શું તમે વાયરલ થઇ રહેલો આ વીડિયો જોયો?
રણબીર કપૂર (Ranbir Kapoor) ફૂટબોલનો મોટો ચાહક છે. તેની અને આલિયા ભટ્ટની પુત્રીના નામની જાહેરાત આ વાતની સાબિતી આપે છે. રણબીર તાજેતરમાં એક ફૂટબોલ મેચમાં મુંબઈ સિટી એફસી સમર્થન કરવા પહોંચ્યો હતો. તેની સાથે આલિયા (Alia Bhatt) પણ હતી.
આ દરમિયાનના તેમના વિડીયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન આલિયાના 'ઈનસિક્યોર' લુકને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. રણબીર મેચ દરમિયાન એક છોકરી સાથે હાથ મિલાવે છે, ત્યારે આલિયાને ન ગમતું હોવાનું ફલિત થાય છે. જેથી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે બેઠેલા જોઇ શકાય છે, પરંતુ જ્યારે એક્ટરે બીજી મહિલા સાથે વાતચીત કરી તો આલિયા તેની નજીક આવી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં આલિયા અસહજ અને અજીબોગરીબ રીતે સ્માઈલ આપતી જોવા મળી રહી છે. લોકોનું કહેવું હતું કે, અભિનેત્રીને તેનો પતિ મહિલા ચાહક સાથે હાથ મિલાવે તે ગમ્યું ન હતું.
આ વિડીયો સામે આવતાની સાથે જ લોકોના રિએક્શન સામે આવવા લાગ્યા હતા. એક યુઝરે કહ્યું, 'યાર, એવું લાગે છે કે તે ઈનસિક્યોર છે'. બીજાએ લખ્યું, "તે બહુ જેલસ થઈ હોય તેવું લાગે છે.
રણબીર કપૂર મુંબઈ એફસીનો કો-ઓનર છે. આ મેચ દરમિયાન તે પોતાની ટીમની જર્સી અને બ્લેક કેપ પહેરેલો જોવા મળ્યો હતો. તેની ટીમે કેરળ બ્લાસ્ટર્સ સામે જીત મેળવી હતી. તો બીજી તરફ આલિયા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક જેકેટ પહેર્યું હતું અને ખુલ્લા વાળ રાખ્યા હતા. આલિયા નો-મેકઅપ લુકમાં જોવા મળી હતી.
ફૂટબોલ પ્રેમી છે રણબીર
રણબીર કપૂર ફૂટબોલનો મોટો ચાહક છે. તેની અને આલિયા ભટ્ટની પુત્રીના નામની જાહેરાત આ વાતની સાક્ષી પૂરે છે. ગત વરસે નવેમ્બરમાં પોતાની પુત્રી રાહાના નામની જાહેરાત કરતાં આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાનો, રણબીર અને રહાનો એક ફોટો શૅર કર્યો હતો. ફોટોમાં દિવાલ પર લટકાવેલી બાર્સેલોનાની જર્સી પર રાહાનું નામ લખેલું હતું. રણબીર બાર્સેલોનાનો મોટો ચાહક છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર