આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. (ફોટો સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ @aliaabhatt)
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડનું સુંદર કપલ છે. આ કપલ જલ્દી જ ફિલ્મ થકી એકબીજાને ટક્કર આપતુ જોવા મળશે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે. આલિયા ભટ્ટ 11 ઓગસ્ટે રિલીઝ થનારી 'હાર્ટ ઓફ સ્ટોન'થી હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ તારીખે રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' પણ રિલીઝ થશે.
નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. આ કપલ ગયા વર્ષે બ્લોકબસ્ટર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળ્યું હતું. હવે બંને સ્ટાર્સ સામસામે જોવા મળશે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મો આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે આ પતિ-પત્ની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવાની તૈયારીમાં છે.
આલિયા ભટ્ટ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'થી હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આલિયાએ તેની પ્રેગ્નન્સી દરમિયાન આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં ગેલ ગેડોટ, જેમી ડોર્નન સહિત ઘણા હોલીવુડ સ્ટાર્સ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ફેન્સ અભિનેત્રીની હોલીવુડ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તેની પહેલી હોલિવૂડ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. 'હાર્ટ ઓફ સ્ટોન' 11 ઓગસ્ટે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે.
રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ' 11 ઓગસ્ટે જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદન્ના જોવા મળશે. આ પાન ઈન્ડિયા ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.
'એનિમલ' પિતા અને પુત્રની વાર્તા છે
'એનિમલ'નું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે 'એનિમલ'ની વાર્તા પિતા-પુત્રની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ મહત્વના રોલમાં જોવા મળશે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર