'મિલન ટોકીઝ'નું ટ્રેલર રીલિઝ, દમદાર છે અલી ફઝલના ડાયલોગ્સ અને એક્ટિંગ

News18 Gujarati
Updated: February 20, 2019, 5:34 PM IST
'મિલન ટોકીઝ'નું ટ્રેલર રીલિઝ, દમદાર છે અલી ફઝલના ડાયલોગ્સ અને એક્ટિંગ
ફિલ્મ મિલન ટોકીઝનું ટ્રેલર રીલિઝ

ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે, અલી ફઝલનો ખૂબ જ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા અલી ફઝલ અને શ્રદ્ધા શ્રીનાથની આગામી ફિલ્મ 'મિલન ટોકીઝ'નું ટ્રેલર રીલિઝ થયું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે. જેમાં અલી ફઝલનો ખૂબ જ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.

ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, અલી ફઝલ એક ડાયરેક્ટર બનવા માગે છે. તેને ફિલ્મ્સની શૂટિંગ અને એક્ટિંગ કરવાનો શોખ હોય છે. ત્યાં જ તે ક્યારેક અમિતાભ બચ્ચન બને છે, તો ક્યાંક સની દેઓલ બની એક્શન કરતો જોવા મળે છે. ફિલ્મના ટ્રેલરમાં અલી અને શ્રદ્ધાની પ્રેમ કહાણી પણ બતાવવામાં આવી છે. અલી ફઝલ તેના પાત્રમાં જામી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે દર્શકોની પ્રતિક્રિયા શું રહેશે.


આ પણ વાંચો: કેમ અરબાઝ ખાન સાથે લીધા છૂટાછેડા? પહેલીવાર મલાઇકાએ કર્યો ખુલાસો

ફિલ્મમાં અલી ફઝલ અને શ્રદ્ધા શ્રીનાથ ઉપરાંત આશુતોષ રાણા, સિકંદર ખેર અને ઋચા સિંહા જેવા કલાકારો પણ નજરે પડશે. 'મિલન ટોકીઝ'ના નિર્માતા તિગ્માંશુ ધૂલિયા છે. આ ફિલ્મ 15 માર્ચે રીલિઝ થશે.

 
First published: February 20, 2019, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading