Home /News /entertainment /Ali Baba શૉમાં તુનિષા શર્માના કેરેક્ટરને કોણ કરશે રિપ્લેસ, શૉ બંધ થવાની ચર્ચા વચ્ચે મેકર્સે લીધો મોટો નિર્ણય
Ali Baba શૉમાં તુનિષા શર્માના કેરેક્ટરને કોણ કરશે રિપ્લેસ, શૉ બંધ થવાની ચર્ચા વચ્ચે મેકર્સે લીધો મોટો નિર્ણય
તુનિષાના રિપ્લેસમેન્ટને લઇને મોટા સમાચાર
તુનિષા શર્મા (Tunisha Sharma)ના શો Ali Baba Dastaan E Kabulમાં રિપ્લેસમેન્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલો તમને જણાવીએ કે શૉને લઇને કઇ મોટી અપડેટ સામે આવી છે.
Tunisha Sharma: તુનિષા શર્માની મોતથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. આ પછી તેના કોસ્ટાર અને એક્સ બોયફ્રેન્ડ શીજાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી, અલીબાબા-દાસ્તાન-એ-કાબુલ શોની સ્ટારકાસ્ટ પણ આઘાતમાં સરી પડી છે. દરમિયાન સમાચાર આવી રહ્યા હતા કે શો બંધ થવાનો છે.
તે જ સમયે, ચેનલના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે અલીબાબા-દાસ્તાન-એ-કાબુલ શો ચાલુ રહેશે. આનાથી સ્પષ્ટ થાય છે કે મેકર્સ શોને બંધ કરવાનું વિચારી રહ્યા નથી. એક જ કડીમાં લીડ રોલ ભજવી રહેલા તુનિષા અને શીજાન વિશે પણ એક મોટી અપડેટ સામે આવી છે.
રિપોર્ટ છે કે શોમાં લીડ રોલ ભજવી રહેલી તુનિષા શર્માને શોમાંથી રિપ્લેસ કરવામાં આવી નથી, પરંતુ શોને નવી સ્ટાર કાસ્ટ સાથે લંબાવવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર શોમાં એક નવો ટ્રેક લાવવામાં આવશે, જેમાં તેઓ એક એક્ટરને નવું કેરેક્ટર ભજવવા માટે કાસ્ટ કરશે.
બીજી તરફ, શોના લીડ એક્ટર શીજાન ખાન વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તે પોલીસ કસ્ટડીમાં છે, તેથી તેના શોમાં પાછા ફરવા અંગે શંકા છે. તાજેતરમાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે એક્ટર અભિષેક નિગમ શીજાન ખાનનું સ્થાન લેશે, પરંતુ તેની માતાએ આ સમાચારને રદિયો આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે તુનિષાના મૃત્યુ પછી એવા સમાચાર આવ્યા હતા કે તે અને શીજાન થોડા સમય માટે ડેટ કરી રહ્યા હતા અને તેમના પરિવારનો દાવો છે કે તુનિષાના મૃત્યુના થોડા દિવસો પહેલા તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. બીજી તરફ, 31 ડિસેમ્બરે પોલીસ કસ્ટડી પૂરી થતાં વસઈ કોર્ટે આરોપી શીજાનને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ની વાત કરીએ તો તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. શોના સેટ પર તુનિષા શર્માએ આત્મહત્યા કર્યા બાદ હવે ત્યાં શૂટિંગ નથી થઈ રહ્યું, પરંતુ ઘટના સ્થળથી થોડા કિલોમીટર દૂર શૂટિંગ થઈ રહ્યું છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર