Home /News /entertainment /

કપિલ શર્માને 'નાની'એ આપી શુભેચ્છા તો કોમેડી કિંગ થયો ભાવુક

કપિલ શર્માને 'નાની'એ આપી શુભેચ્છા તો કોમેડી કિંગ થયો ભાવુક

  કપિલ શર્માનો નવો શો ફેમિલી ટાઈમ વિધ કપિલ શર્મા ફેન્સ સામે આવી ચુક્યો છે. જેના માટે કપિલની જુની ટીમના સાથી અલી અસગરે કપિલને નવા શોની શુભેચ્છા આપી છે. અલીની શુભેચ્છા વાંચીને કપિલે પણ તેનો જવાબ ઘણી ભાવનાત્મક રીતે આપ્યો છે. અલી અસગર કપિલના જૂના શોમાં 'નાની'ની ભૂમિકા નિભાવતા હતાં.

  અલીએ કપિલને ટ્વિટમાં લખ્યું કે, 'એન્ટરટેન્મેન્ટ પાછું આવી ગયું છે. તમને ઘણી ઘણી શુભેચ્છાઓ કપિલ. આપ પરિવારોનું ખુબ મનોરંજન કરો.'

  આ ટ્વિટના જવાબમાં કપિલ પણ ભાવુક થયો હતો. તેણે લખ્યું હતું કે, થેન્ક યુ અલી ભાઈ. હું તમને ઘણો મીસ કરી રહ્યો છે. આ એ જ ફ્લોર છે જ્યાં કોમેડી નાઈટ્સ શૂટ થતી હતી. માત્ર હું જાણું છું કે તમારા લોકો વગર હું અહીંયા કઈ રીતે શૂટ કરું છું? તમને બધાને મારો પ્રેમ... '

  કપિલ શર્માએ પોતાના નવા શો સાથે ટીવી પર કમબેક કર્યું છે. તેને નવો ટીવી શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા 25 માર્ચથી શરૂ થયો છે. ગતવર્ષે ઓગસ્ટમાં ‘ધ કપિલ શર્મા શો’ બંધ થઈ ગયો હતો. આ નવા શોમાં તેની સાથે ચંદન પણ દેખાશે. અલી અસગર કૃષ્ણાના શો સાથે જોડાઈ ગયો છે. જ્યારે કપિલ શર્મા ફિરંગીનું પ્રમોશન કરી રહ્યો હતો ત્યારે તેણે એ વાત માની કે તેણે ભૂલ કરી છે જેનો પસ્તાવો તેને હંમેશા રહેશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Kapil Sharma

  આગામી સમાચાર