Home /News /entertainment /અમિતાભ બચ્ચનની ફિલ્મનો આ સીન થયો રિક્રિએટ તો થઇ જાય વિવાદ

અમિતાભ બચ્ચનની ફિલ્મનો આ સીન થયો રિક્રિએટ તો થઇ જાય વિવાદ

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરનું કહેવું છે કે, અમિતાભ બચ્ચનની ફિલ્મનાં આઇકોનિક સીન છે જેણે ઘણાં લોકોને પ્રભાવિત કર્યા છે.

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરનું કહેવું છે કે, અમિતાભ બચ્ચનની ફિલ્મનાં આઇકોનિક સીન છે જેણે ઘણાં લોકોને પ્રભાવિત કર્યા છે.

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ઇન્ડસ્ટ્રીનાં ભાઇજાન સલમાન ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર અને ભાઇજાનની જોડીએ કમાલ કરી નાખી છે આ ફિલ્મે કમાણીનાં મામલે 2019ની ઘણી બધી ફિલ્મોને પછાડી દીધી છે. ત્યાર એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં અલીએ કહ્યું કે, 'ભારત' વિશે વાત કરતાં અમિતાભ બચ્ચનની એક ફિલ્મનો ઉલ્લેખ કર્યો. અલીએ કહ્ુયં કે, બિગ બીની એક ફિલ્મનો એક આઇકોનિક સીન છે જેણે તેમને એ હદે પ્રભાવિત કર્યો છે કે તે વર્ણવો મુશ્કેલ છે. પણ તે આ સીનને રીક્રિએટ કરી શકતા નથી. અલીનું માનવું છે કે, બિગ બીનો તે સીન જો રિક્રેએટ કરવામાં આવે તો વિવાદ થઇ શકે છે.

અલીએ કહ્યું કે, આ સિન અમિતાભ બચ્ચનની ફિલ્મ 'દિવાર'નો છે. આ સિનમાં બિગ બી ભગવાન સાથે વાત કરતાં નજર આવે છે. હવે આ સિનને ફિલ્માવવામાં ન આવી શકે. હવે આવા સીન લખાતા નથી કે રીક્રિએટ પણ નથી થતા. કારણ કે આવું કરવાં પર વિવાદ થઇ શકે છે.

આ પણ વાંચો-દર્શકો પર ચાલ્યો સલમાનની 'ભારત'નો જાદુ, 3 દિવસની કમાણી 100 કરોડની નજીક

સુલતાનમાં ફિલ્માવવાની હતી ઇચ્છા
અલી કહે છે. 'દીવાર'નો સીન સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન'માં ફિલ્માવવા ઇચ્છતો હતો. પણ વિવાદોમાં ન પડવાને કારણે મે તે સીન નહોતો કર્યો. 'સુલતાન'માં આ સીનને ત્યારે ફિલ્માવવામાં આવ્યો જ્યારે સલમાન દરગાહમાં બેસીને કહે છે કે હું કારણ પાછું લેવા જઇ રહ્યો છું જેને મે ખોઇ દીધુ છે.

ભારતની કમાણી
વેલ હાલમાં સલમાન ખાનની ભારતની કમાણીની વાત કરીએ તો ફિલ્મે ત્રીજા દિવસે 95.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ઇદનાં દિવસે એટલે કે બુધવારે રિલીઝ થઇ હતી. એટલે હજુ વિકએન્ડ માટે 'ભારત' પાસે બે દિવસ છે. આ ફિલ્મ પાંચ દિવસમાં કેટલી કમાણી કરે છે તે તો જોવાનું રહેશે.

આ પણ વાંચો-12 વર્ષ પહેલાં આ KISSને કારણે વિવાદોમાં ફસાઇ હતી શિલ્પા શેટ્ટી
First published:

Tags: Amitabh Bacchan, Bharat, સલમાન ખાન, સુલતાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો