Home /News /entertainment /'Ala Vaikunthapurmulu' હિન્દીમાં રિલીઝ નહીં થાય, શું છે કારણ?
'Ala Vaikunthapurmulu' હિન્દીમાં રિલીઝ નહીં થાય, શું છે કારણ?
'અલા વૈકુંઠપુરમુલુ'ની હિન્દી રિમેકનું નામ 'શહજાદા' છે. અલ્લુ અર્જુનની જગ્યાએ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે
'અલા વૈકુંઠપુરમુલુ' (Ala Vaikunthapurmulu) ની હિન્દી રિમેકનું નામ 'શહજાદા' (Shahzada) રાખવામાં આવ્યું છે, જેમાં અલ્લુ અર્જુન (Allu Arjun) ની જગ્યાએ કાર્તિક આર્યન (kartik aaryan) મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે
નવી દિલ્હી : ફિલ્મ 'પુષ્પા' (Pushpa) રિલીઝ થયા બાદ તેના તમિલ લીડ એક્ટર અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફેન ફોલોઇંગમાં જબરદસ્ત વધારો થયો છે. સમગ્ર ભારતના દર્શકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. ત્યારે અલ્લુ અર્જુનની 'અલા વૈકુંઠપુરમુલુ' (Ala Vaikunthapurmulu) ફિલ્મને લઈને ચર્ચા થઈ રહી છે. 'અલા વૈકુંઠપુરમુલુ'નું હિન્દી (Hndi) વર્ઝન હવે બોક્સ ઓફિસ (Box Office) પર રિલીઝ થશે નહીં. આ નિર્ણય 'શહજાદા' (Shahzada)ના મેકર્સ અને ગોલ્ડમાઈનના પ્રમોટર મનીષ શાહે (Manish Shah) સાથે મળીને લીધો છે. શહજાદાના મેકર્સે મનીષ શાહ (Manish Shah) ના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
ફિલ્મ 'અલા વૈકુંઠપુરમુલુ' (Film Ala Vaikunthapurmulu) કોરોના વાયરસ મહામારી પહેલા વર્ષ 2020માં થિયેટરોમાં તમિલ-તેલુગુમાં રિલીઝ થઈ હતી. હવે 26 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થવાની હતી. ફિલ્મને OTT પર પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ અલ્લુ અર્જુનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ છે. ફિલ્મની સફળતાને જોતા તેની હિન્દી રિમેકના રાઇટ્સ ખરીદવામાં આવ્યા હતા.
'અલા વૈકુંઠપુરમુલુ'ની હિન્દી રિમેકનું નામ 'શહજાદા' રાખવામાં આવ્યું છે, જેમાં અલ્લુ અર્જુનની જગ્યાએ કાર્તિક આર્ય (kartik aaryan) ન મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ, ભૂષણ કુમાર અને અમન ગિલ આ ફિલ્મના પ્રોડ્યુસર છે.
નોંધનીય છે કે, 'અલા વૈકુંઠપુરમુલુ' ફિલ્મ જો હિન્દીમાં સિનેમાઘરોમાં રિલીઝ થાય તો પછી આ ફિલ્મની રીમેક ફિલ્મ એટલે કે 'શહજાદા'ને બોક્સ ઓફિસ કલેક્શનમાં મોટી ખોટ જઈ શકે. આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને 'શહજાદા' ફિલ્મના મેકર્સે અને પ્રોડ્યુસરે સાથે મળીને 'અલા વૈકુંઠપુરમુલુ'ની હિન્દી વર્ઝન રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર