Bell Bottom: હવે Amazon Prime પર પણ જોવા મળશે અક્ષય કુમારની બેલ બોટમ, આ તારીખે થશે સ્ટ્રીમ

અક્ષયકુમારની ફાઇલ તસવીર

Bollywood News: 'રસપ્રદ સ્ક્રિપ્ટ્સ અને જોરદાર અભિનય ધરાવતી આ ફિલ્મ અમારી કન્ટેન્ટ લાઈબ્રેરીનું આભૂષણ છે.'

  • Share this:
અક્ષય કુમારની બેલ બોટમ થિયેટરોમાં રિલીઝ થયાના કેટલાક અઠવાડિયા બાદ હવે ઓનલાઇન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન રણજીત એમ તિવારીએ કર્યું છે અને તેમાં લારા દત્તા, હુમા કુરેશી અને વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. બેલબોટમનું નિર્માણ વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણીએ પૂજા એન્ટરટેઇનમેન્ટ અને એમ્માય એન્ટરટેઇનમેન્ટ હેઠળ કર્યું છે.

ક્યારે થશે રિલીઝ?

ઈન્ટેલિજન્સ થ્રિલર બેલ બોટમ ગુપ્તચર એજન્સી રોના એક અધિકારીની વાર્તા છે. જે અપહરણ કરાયેલા ભારતીય વિમાનમાંથી 200થી વધુ બંધકોને બચાવવાના મિશન પર છે. અક્ષયકુમારે ટ્વિટર પર તેની ડિજિટલ રિલીઝની જાહેરાત કરી છે. અક્ષયે ટ્વિટ કરી છે કે, તમે તારીખ યાદ રાખો, અમે તમને મિશનની યાદ અપાવીશું. બેલ બોટમ 16 સપ્ટેમ્બરે એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, એમેઝોન પ્રાઇમ વિડીયોમાં 12 સપ્ટેમ્બરે 'બેલ બોટમ'નું ટ્રેલર રિલીઝ થયું હતું.

રિપોર્ટ્સ અનુસાર એમેઝોન પ્રાઇમ વિડીયો (ઈન્ડિયા)ના ડાયરેક્ટર અને હેડ (કન્ટેન્ટ) વિજય સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, અમારા દર્શકોને એક્શન અને થ્રિલર સ્ટોરી ગમે છે. અમે તેમની સમક્ષ બેલ બોટમ રજૂ કરીને ખૂબ ખુશ છીએ. આ ફિલ્મને અમારા દર્શકોએ સારો આવકાર આપ્યો છે અને અમે તેની સ્ટોરીને વિશ્વભરના પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રસપ્રદ સ્ક્રિપ્ટ્સ અને જોરદાર અભિનય ધરાવતી આ ફિલ્મ અમારી કન્ટેન્ટ લાઈબ્રેરીનું આભૂષણ છે.

ફિલ્મના ડાયરેક્ટર રણજીત એમ તિવારીએ જણાવ્યું કે, મને ખૂબ આનંદ છે કે મારી ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો દ્વારા વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચી રહી છે. ફિલ્મમાં કામ કરી ચૂકેલા કલાકારોએ તેમના પાત્રો સારી રીતે ભજવ્યા છે. દર્શકોને આ ફિલ્મ ગમશે તેવી આશા છે.

આ પણ વાંચો - TV TRP Report: અનુપમા ફરીથી નંબર -1 પર, જુઓ તમારી ગમતી સિરીયલ Top 5 લિસ્ટમાં છે કે નહીં?

નિર્માતા જેકી ભગનાનીએ કહ્યું હતું કે, રણજીત એમ તિવારી અને સમગ્ર કાસ્ટ અને ક્રૂએ બ્લોકબસ્ટર મૂવી બનાવવા બેલ બોટમમાં સખત મહેનત કરી છે. પ્રેક્ષકો ઓટીટી પ્લેટફોર્મ પર એક્શન થ્રિલરનો વધુને વધુ સ્વીકાર કરી રહ્યા છે અને તેથી બેલબોટમની ડિજિટલ રિલીઝ સંપૂર્ણપણે સમયસર હોવાનું કહી શકાય. મને એમેઝોન પ્રાઈમ વિડિયો સાથે મળીને ડિજિટલ રીતે ફિલ્મ રિલીઝ કરવામાં ખૂબ આનંદ થાય છે. જે અમને વિશ્વભરના 240થી વધુ દેશોમાં સુધી પહોંચવામાં મદદ કરી શકે છે.
Published by:Kaushal Pancholi
First published: